- રાજસ્થાનના ચિત્તોડગઢથી ધો. 9નો વિદ્યાર્થી અફીણનો જથ્થો લઈ સુરત આવ્યો હતો.
- 1.980 ગ્રામ અફીણના જથ્થા સાથે સગીરને ઝડપી પાડતી પુણા પોલીસ.
સુરત. રાજસ્થાનના ચિત્તોડગઢથી 1.98 લાખનો અફીણનો જથ્થો સુરત ખાતે આપવા આવેલાં ધો. 9માં અભ્યાસ કરતાં સગીરને પુણા પોલીસે ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, માત્ર 5 હજાર રૂપિયા મેળવવા માટે સગીરે અફીણની હેરાફેરી કરવાનું સ્વિકાર્યું હોવાની વિગતો સપાટી પર આવી છે.
રાજસ્થાન ખાતે રહેતો 16 વર્ષિય સગીર સ્કૂલ બેગમાં 1.98 લાખની કિંમતનો 1.980 ગ્રામ અફીણનો જથ્થો લઈ સુરત આવ્યો હતો. સુરતની નિયોલ ચેકપોસ્ટ પર હાજર પુણા પોલીસના PSI પી.કે. રાઠોડ સહિતના સ્ટાફે સગીરને ઝડપી પાડ્યો હતો. સગીરના જણાવ્યા પ્રમાણે, ચિત્તોડગઢના ઇટાવા ખાતે રહેતાં ગોપાલ રતનજી શર્માએ અફીણનો જથ્થો સુરત પહોંચાડવા માટે આપ્યો હતો. આ હેરાફેરી માટે તેને રૂ. 5 હજાર મળ્યા હતાં. જોકે, સુરતમાં જેને અફીણનો જથ્થો આપવાનો હતો એ અજાણ્યા શખ્સ વિશે, તેના નામ – સરનામાં કે મોબાઈલ નંબર વિશે કોઈ માહિતી ના હોવાની કેફિયત સગીરે પોલીસને જણાવી હતી.
(હૈયુ બાળવા કરતાં હાથ બાળવા સારા – આ કહેવત પાછળની કથા સાંભળો બોલકાબાબાના મુખે)
પુણા પોલીસે બે નંગ મોબાઈલ ફોન, સ્કૂલ બેગ, આધાર કાર્ડ અને અફીણનો જથ્થો મળી કુલ 2 લાખ 5 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg