- ગત 4 નવેમ્બરના રોજ ગુડ્ડુ યાદવે બાળકીનું અપહરણ કરી, ઝાંડી ઝાંખરામાં દુષ્કર્મ ગુજારી હત્યા કરી હતી.
- 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરાઈ, 7 દિવસ ટ્રાયલ ચાલી જેમાં 69માંથી 42 સાક્ષીની ચકાસણી કરાઈ.
સુરત. પાંડેસરા – વડોદ ખાતે ગત તા. 4 નવેમ્બરના રોજ મોબાઈલમાં અશ્લિલ વિડીયો જોયા બાદ અઢી વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી, ઝાંડી ઝાંખરામાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યા બાદ નિર્મમ હત્યા કરી નાંખનાર નરાધમ ગુડ્ડુ યાદવને કોર્ટે આજ રોજ ફાંસીની સજા ફટકારી છે.
દીવળી પર્વની આગલી રાત્રે 38 વર્ષિય ગુડ્ડુ યાદવે અઢી વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તે બાળકીને વડોદ પાસે આવેલી ઝાંડી ઝાંખરામાં લઈ ગયો હતો. ગુડ્ડુ યાદવે માસૂમ બાળકીને પિંખી નાંખ્યા બાદ ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. નરાધમે ગુજારેલા પિશાચી દુષ્કર્મને કારણે બાળકીના આંતરડા પણ બહાર આવી ગયા હતાં. બનાવના બે જ દિવસમાં પોલીસે આરોપી ગુડ્ડુ યાદવને ઝડપી પાડ્યો હતો. અને માત્ર 8 દિવસમાં 246 પેજની ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
તબીબ, FSL, આરોપીના ઘર માલિક વગેરે સાક્ષીઓની ઉલટતપાસ સંપન્ન થયા બાદની દલીલો ગત તા. 1 ડિસેમ્બરના રોજ મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ 7 દિવસમાં ટ્રાયલ પુરી કરી હતી જેમાં 69 પૈકી 42 સાક્ષીઓને ચકાસવામાં આવ્યા હતાં.
પોલીસે પકડી પાડેલા આરોપી ગુડ્ડુ યાદવના ચહેરા પર ગુનો કર્યાનો પસ્તાવો દેખાતો નહોતો. સોમવારે કોર્ટમાં પણ આરોપી ગુડ્ડુ યાદવને કરેલાં કૃત્યનો સ્હેજેય રંજ હોય એમ જણાતું નહોતું. સોમવારે કોર્ટે તેને અપહરણ – દુષ્કર્મ અને હત્યા કેસમાં તકસીરવાર ઠેરવવામાં આવ્યો હતો. અને ચુકાદો મંગળવાર પર મુલતવી રખાયો હતો. આજરોજ કોર્ટે ચુકાદો સંભળાવતાં ગુડ્ડુ યાદવને ફાંસીની સજા ફટકારી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, નરાધમ ગુડ્ડુ યાદવને ફાંસીની સજા જ થવી જોઈએ એવી દલીલ કરતાં સરકારી પક્ષે 31 જેટલાં ચુકાદાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતાં.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg