- સાંસદ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એનાયત થયાં એવોર્ડ્સ.
- વિવિધ ઉત્તમ કામગીરી માટે સુરત પોલીસની વિવિધ ટીમોને એનાયત થયાં 36 એવોર્ડ્સ.
Surat. આજરોજ સાંસદ અને ભાજપા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં સુરત પોલીસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત પોલીસની ટીમોને ‘પોલીસ ગૌરવ એક્સેલન્સ એવોર્ડ – 2021’ એનાયત કરવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉત્તમ તપાસ અને રીકવરીનો પોલીસ ગૌરવ એક્સેલન્સ એવોર્ડ ઇકોનોમિક સેલને એનાયત કરાયો હતો.
સુરત પોલીસ દ્વારા આજરોજ પોલીસ ગૌરવ એક્સેલન્સ એવોર્ડ – 2021 એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રીના હસ્તે વિવિધ ઉત્કૃષ્ટ કામગીરી માટે 36 જેટલાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતાં. જે પૈકી ઉત્તમ તપાસ અને રીકવરીનો એવોર્ડ ઇકોનોમી સેલને એનાયત કરવામાં આવ્યો હતો.
સુરત શહેર, ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. કલમ 406, 420 વગેરે મુજબના ગુનામાં આરોપીઓએ કુલ 263 ગાડીઓ સગેવગે કરવામાં આવી હતી. આ ગુનાઓની તપાસ ઇકોનોમિક સેલને સોંપાઈ હતી. ઇકોનોમિક સેલમાં ફરજ બજાવતાં એ.સી.પી. વીરજીતસિંહ પરમાર, પી.આઈ. સ્વપ્નીલ પંડ્યા, પી.એસ.આઈ. જી. એન. સુથાર સહિતના સ્ટાફે તપાસ કરી આરોપીઓની અટકાયત કરવા સાથે કુલ 250 જેટલાં વાહનો કબજે કર્યા હતાં. કબજે કરાયેલા વાહનો કોર્ટના હુકમના આધારે માલિકોને પરત સોંપવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીને બિરદાવતાં પોલીસ ગૌરવ એક્સેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જે પી.આઈ. સ્વપ્નીલ પંડ્યા સહિતના સ્ટાફ દ્વારા સ્વિકારવામાં આવ્યો હતો.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.