- પોપ-પોપ ગળી ગયા બાદ બાળક બિમાર પડ્યું.
- ઉલટીમાં પોપ-પોપ નિકળ્યા બાદ સારવાર અર્થે ખસેડાયો.
Funrang. સુરતના ડિંડોલી ખાતે એક ત્રણ વર્ષિય બાળક પોપ-પોપ ફટાકડો ગળી ગયું હતું. ફટાકડાં ગળી ગયા બાદ 24 કલાક જેટલો સમય બિમાર રહ્યા બાદ બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હોવાનો ચોંકાવનાર કિસ્સો બનવા પામ્યો છે.
ફટાકડાંથી સંતાનને ખાસ તો નાના બાળકોને સુરક્ષિત રાખવા માતા – પિતા સહિતના વડીલો માટે અત્યંત જરૂરી છે તેવું સ્પષ્ટ કરતો દુઃખદ બનાવ સુરત ખાતે બનવા પામ્યો છે. નાની અમથી બેદરકારીને પગલે ત્રણ વર્ષિય બાળકે ફટાકડાંને કારણે જીવ ગુમાવ્યો છે. મૂળ બિહારનો વતની રાજ શર્મા આઠ મહિના પહેલા પરિવાર સાથે સુરતના ડિંડોલી ખાતે આવ્યો હતો. સુથારી કામ કરીને રાજ પત્ની અંજલી, ત્રણ વર્ષનાં પુત્ર શૌર્ય તથા બે વર્ષની દિકરીના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
(? સુરતની યુવતીએ ઓનલાઈન ગલુડીયું મંગાવ્યું પણ એને ધુતારા ડાઘીયા ભટકાયા ?)
ગઈકાલે રાજ દિકરા માટે ફટાકડાં લાવ્યો હતો. જે પૈકી પોપ-પોપ ફટાકડાં દિકરો શોર્ય ગળી ગયો હતો. જેની કોઈને જાણ થઈ નહોતી. ત્યારબાદ બિમાર પડેલાં પુત્રને જોઈ માતા – પિતા ચિંતાતુર હતાં. ઘર પાસેના ડૉક્ટરની સારવાર લેવા ગયા ત્યારે અચાનક ઉલટી થઈ હતી. અને ઉલટીમાં પોપ-પોપ દેખાતાં માતા – પિતાં ચોંકી ઉઠ્યા હતાં.
સ્થાનિક ડૉક્ટરના ક્લિનિકમાં બોટલ ચઢાવ્યા બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન માસૂમ શોર્યને મૃત જાહેર કરાયો હતો. માસૂમ પુત્રના મૃત્યુને પગલે માતા – પિતા શોકમાં ગરકાવ થઈ ગયા હતાં.
#funrang #Surat