- બ્લોક કરાયેલી યૂટ્યુબ ચેનલ્સ પર દેશ વિરોધી ખોટી માહિતી ફેલાવવામાં આવતી હતી.
- મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા ડિસેમ્બર 2021થી અત્યાર સુધીમાં 78 યુટ્યૂબ ચેનલ્સ બ્લોક કરાવાઈ.
- 22 YouTube ચેનલ્સ ઉપરાંત 3 Tweeter એકાઉન્ટ, 1 Facebook એકાઉન્ટ અને 1 ન્યૂઝ વેબસાઈટ બ્લોક કરવાનો આદેશ કરાયો.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
દેશ । દેશ વિરોધી ખોટી માહિતી ફેલાવતા સોશિયલ મિડીયા પર ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. વધુ એક ડિજીટલ સ્ટ્રાઈક કરતાં 4 પાકિસ્તાની અને 18 ભારતીય મળી કુલ 22 YouTube ચેનલ્સ, 3 Tweeter એકાઉન્ટ્સ, 1 Facebook એકાઉન્ટ અને 1 ન્યૂઝ વેબસાઈટને બ્લોક કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સરકાર દ્વારા પહેલીવાર ભારતીય YouTube ચેલન્સ સામે પગલાં લેવામાં આવ્યા છે.
IT રૂલ્સ 2021 અંતર્ગત ઈમર્જન્સી પાવરનો ઉપયોગ કરીને મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા 22 YouTube ચેનલ્સ સહિતના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી ખોટી માહિતી ફેલાવતાં એકાઉન્ટ્સ બ્લોક કરવાના આદેશ આપ્યા છે. આ YouTube ચેનલ્સ અને એકાઉન્ટ્સ દ્વારા ભારતની સુરક્ષા, વિદેશનિતી તેમજ પબ્લિક ઓર્ડર સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતીના ફેક (ખોટા) ન્યૂઝ સહિતની માહિતી ફેલાવવામાં આવી રહી હતી. બ્લોક કરાવવામાં આવેલી YouTube ચેનલ્સની વ્યૂઅરશિપ 260 કરોડથી વધુ હતી.
ભારતીય YouTube ચેલન્સ પર યુક્રેન – રશિયા યુદ્ધ બાબતે ખોટી માહિતી ફેલાવવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તેમજ ભારતના અન્ય દેશો સાથેના સંબંધો પ્રભાવિત કરવાના ઇરાદે YouTube પર ખોટી માહિતી મુકવામાં આવતી હતી. બ્લોક કરાયેલી મોટાભાગની YouTube ચેનલ્સ પોસ્ટની થંબનેલમાં ટીવી એન્કર્સના ફોટાનો ઉપયોગ કરીને વ્યૂઅરને ગેરમાર્ગે દોરતાં હતાં.
બ્લોક કરાયેલી ભારતીય YouTube ચેનલ્સ
- ARP News
- AOP News
- LDC News
- Sarkari Babu
- SS ZONE Hindi
- Smart News
- News23 Hindi
- Online Khabar
- DP News
- PKB News
- Kisan Tak
- Borana News
- Sarkari News Update
- Bharat Mausam
- RJ ZONE 6
- Exam Report
- Digi Gurukul,
- दिन भर की खबरें…
બ્લોક કરાયેલી પાકિસ્તાની YouTube ચેનલ્સ
- Duniya Mery Aagy
- Ghulam Nabi Madni
- HAQEEQAT TV
- HAQEEQAT TV 2.0
બ્લોક કરાયેલા TWEETER એકાઉન્ટ્સ
- Ghulam Nabi Madni
- Duniya Mery Aagy
- HAQEEQAT TV
બ્લોક કરાયેલ FACEBOOK એકાઉન્ટ
- Duniya Mery Aagy
બોલ્ક કરાયેલી NEWS WEBSITE
- Duniya Mery Aagy
(આજનો Funrang જોક)
ચમન – તને ખબર છે, લગ્નની કંકોત્રીમાં વરના નામ આગળ ચિં. અને કન્યાના નામ આગળ અ.સૌ. કેમ લખવામાં આવે છે?
અમન – ચિં એટલે ચિરંજીવી અને અ.સૌ. એટલે અખંડ સૌભાગ્યવતી…
ચમન – અબે… એ તો બધાં માને છે બાકી એનો ખરો અર્થ હું તને જણાવું. ચિં. એટલે ચિંતાગ્રસ્ત થનારો… અ.સૌ. એટલે એકલી સૌને ભારે પડનારી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz