• બ્યુટી કેમેરા, સ્વિટ સેલ્ફી, આઈસો લેન્ડ, એપ લોક વગેરે 54 એપ્સ પર પ્રતિબંધ.
  • અત્યાર સુધીમાં ભારત સરકારે 300 જેટલી ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે.

[Mehulkumar Vyas – 9978918796]

ભારત ભારતીય યુઝર્સની પ્રાઈવસી માટે ખતરાં રૂમ 54 ચાઈનિઝ એપ્લિકેશન પર ભારત સરકારે પ્રતિબંધ લાદ્યો છે. ચાઈનિઝ એપ્સ પર ભારત સરકારની આ બીજી મોટી સાઈબર સર્જીકલ સ્ટ્રાઈક છે, અત્રે ઉલ્લેખનિય છે કે, ભારત સરકારે અત્યાર સુધીમાં 300 જેટલી ચાઈનિઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે.

ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા કરાયેલી તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે, કેટલીક ચાઈનિઝ એપ્સ ભારતીય યુઝર્સનો ડેટા ચીન સહિતના વિદેશી સર્વર પર પહોંચાડી રહી છે. આ ઉપરાંત, કેટલીક એપ્સ એવી હતી જેના પર અગાઉ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એને અલગ નામથી ક્લોન કરીને ભારતમાં રિ-લોન્ચ કરાઈ હતી. જે પૈકીની મોટાભાગની એપ્સ શંકાસ્પદ સોફ્ટવેર પર કામ કરી રહી હતી અને યુઝર્સના ડેટા સીધા ચીન મોકલી રહ્યા હતાં.

તપાસને પગલે સરકારે 54 ચાઈનિઝ એપ્સને ગુગલ પ્લે સ્ટોર સહિતના પ્લેટફોર્મ પરથી હટાવી દેવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ 29 જૂન 2020ના રોજ 59 ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારબાદ 27 જુલાઈ 2020ના રોજ 47 અને 2 ડિસેમ્બર 2020ના રોજ 118 ત્યારબાદ નવેમ્બર 2020ના રોજ 43 ચાઈનિઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદ્યો હતો. અને આજે વધુ 54 ચાઈનિઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જેને પગલે કુલ 300થી વધુ ચાઈનિઝ એપ્લિકેશનને ભારત સરકારે પ્રતિબંધિત કરી છે.

ભારત સરકારે આજરોજ પ્રતિબંધિત જાહેર કરેલી 54 ચાઈનિઝ એપ્લિકેશનમાં Beauty Camera: Sweet Selfie HD, Beauty Camera – Selfie Camera, Equalizer & Bass Booster, CamCard for SalesForce Ent, Isoland 2: Ashes of Time Lite, Viva Video Editor, Tencent Xriver, Onmyoji Chess, Onmyoji Arena, AppLock, Dual Space Lite વગેરેનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગુગલ પ્લેસ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી Garena Free Fire પણ છેલ્લાં બે દિવસથી ગાયબ થઈ ગઈ છે. શક્ય છે કે ફ્રિ ફાયર પર પણ પ્રતિબંધ લગાડવામાં આવ્યો હોય જોકે, આ અંગે કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થતી નથી.

(આજનો Funrang જોક)

ટાઈગર – ભાઈ સાચો દોસ્ત કોને કહેવાય?

પકડું – સાચો દોસ્ત, એ હોય જે મદદ કરતાં પહેલાં પેટ ભરીને ગાળો આપે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *