મહારાષ્ટ્રના કૉંગ્રેસી ધારાસભ્ય નાનાભાઉં પટોળેના નિવેદનનો વિડીયો વાઈરલ થતાં વિવાદ.
મોદી અંગેના નિવેદનનો વિડીયો વાઈરલ થતાં મહારાષ્ટ્રના કૉંગ્રેસી ધારાસભ્યએ સ્પષ્ટતા કરી.
Mehulkumar Vyas. [9978918796]
Mumbai| વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતા મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય નાનાભાઉ પટોળેનાં વિવાદીત નિવેદન “હું મોદીની હત્યા કરી શકું, તેને ઇજા પણ પહોંચાડી શકું છું અને મન થાય તો એને ગાળો પણ આપું” નો વિડીયો વાઈરલ થતાં વિવાદ સર્જાયો છે. ત્યારે ધારાસભ્યએ ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી હતી કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે નહીં પરંતું, મારા વિસ્તારના સ્થાનિક ગુંડા મોદીની વાત કરી રહ્યો હતો.
વિવાદીત નિવેદનનો વિડીયો વાઈરલ થવા અંગે કૉંગ્રેસી ધારાસભ્ય નાનાભાઉં પટોળેનું કહેવું છે કે, મારા વિધાનસભા વિસ્તારના ઘણાં લોકોએ સ્થાનિક ગુંડા મોદી અંગે મને ફરિયાદ કરી હતી. અને હું એ મોદી નામના સ્થાનિક ગુંડાની વાત કરતો હતો. એ વાતનું રેકોર્ડિંગ કર્યા બાદ ચોક્કસ ભાગ જ સોશિયલ મિડીયા પર વાઈરલ કરવામાં આવ્યું છે.
ટ્વિટ કરીને ધારાસભ્યએ સ્પષ્ટતા કરી હતી કે, હું પુન) સ્પષ્ટ કરવા માંગુ છું કે ત્યારે હું વડાપ્રધાન મોદી વિશે નહીં, પરંતુ, મોદી નામના સ્થાનિક ગુંડા અંગે બોલતો હતો.
સમર્થકો સાથેની વાતચીતના એક વિડીયોમાં પટોળે કહેતાં સાંભળવા મળે છે કે, હું કેમ લડી શકું છું તેનું કારણ છે કે છેલ્લાં 30 વર્ષથી રાજકારણમાં છું. જ્યારે આ નેતાઓ 5 વર્ષથી રાજકારણમાં છે છતાં એટલાં રૂપિયા બનાવે છે કે, તેમની સાત પેઢી આરામથી ખાઈ શકે. મેં મારી કારકિર્દીમાં ક્યારેય એવું નથી કર્યું, મારી પાસે જે કોઈ મદદ માંગવા આવ્યા છે એમની મેં મદદ કરી છે.
😛 (FunRang Joke) 😛
ટાઈગર મોં લટકાવીને ઉભો હતો, ત્યાં પકડું આવ્યો.
પકડું – શું થયું ટાઈગર?
ટાઈગર – અરે પેલી કામીની…
પકડું – પેલી બહુ બ્યુટીફૂલ છે એ.. ?
ટાઈગર – એ મને આવીને સ્ટાઈલ બોલી… મેરી હર એક સાંસ પર હર કોઈ મરતા હૈ…
પકડું – અરે વાહ… પછી…
ટાઈગર – પછી શું… મેં કીધું કોઈ સારી ટૂથપેસ્ટ વાપર… તો લાફો મારી દીધો… બોલ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz