• રશિયાની સેના યુક્રેનમાં ઘુસી ગઈ, બે ગામ પર કબજો કર્યો.
  • NATO રશિયાને જવાબ આપવાની તૈયારી શરૂ કરી.
  • યુક્રેનની રાજધાની કિવમાં મિસાઈલ એટેકને પગલે એરપોર્ટ બંધ કરી દેવાયું.
  • યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરીકોને લેવા ગયેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ પરત ફરી.

[Mehulkumar Vyas – 9978918796]

FunRangNews છેલ્લાં કેટલાંય દિવસોથી રશિયા યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિ હતી. આખરે ગુરુવારના રોજ રશિયાએ યુક્રેન પર હમલો કરી દીધો છે. મિસાઈલથી કરાયેલી એર સ્ટ્રાઈકમાં યુક્રેનના 9 જેટલાં નાગરીકો મૃત્યુ પામ્યા છે. રશિયાની સેના યુક્રેનના ઘણાં વિસ્તારોમાં ઘુસી ચૂકી છે.

હમલા અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદીમીર પુતિને રાષ્ટ્રીય ટેલિવિઝન પર ધમકીના સૂરમાં જાહેરાત કરી હતી કે, રશિયા અને યુક્રેનની વચ્ચે કોઈન પણ દખલગીરી શાંખી લેવામાં આવશે નહીં. જો કોઈએ દખલગીરી કરી તો એનું પરિણામ ભયંકર આવશે. એમનો ઇશારો અમેરિકા અને નાટો તરફ હતો.

રાષ્ટ્રપતિની જાહેરાતની ગણતરીની મીનીટોમાં યુક્રેનની રાજધાની કીવ સહિત અનેક શહેરોમાં 12 મીસાઈલ ત્રાટકી હતી. મીસાઈલ એટેકને પગલે કીવનાં એરપોર્ટને બંધ કરી દેવાયું હતું. જેને પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોનું રેસ્ક્યુ મીશન રોકવું પડ્યું. એલર્ટને પગલે યુક્રેન ગયેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ પરત આવી ગઈ હતી.

હુમલાનો જવાબ આપતાં યુક્રેને પણ રશિયાના વિમાનોને તોડી પાડ્યા હતાં. યુક્રેન દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે, અમારી પર રશિયા, બેલારુસ અને ક્રીમિયા બોર્ડર એમ ત્રણ દિશામાંથી હમલા થઈ રહ્યા છે. લુહાંસ્ક, ખારકીવ, ચેરનીવ, સુમી અને જેટામીર શહેરોમાં હુમલા ચાલુ છે.

જ્યારે રશિયાનું કહેવું છે કે, એમણે યુક્રેનના એરબેઝ અને એરડિફેન્સને નષ્ટ કરી નાંખ્યું છે. પૂર્વ યુક્રેનના બે ગામ પર રશિયાએ કબજો મેળવી લીધો છે. તો બીજી તરફ નાટોએ રશિયાને જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી હોવાની વિગતો જાણવા મળે છે.

(આજનો Funrang જોક)

ટાઈગર – યાર, મને આ મોબાઈલ ભિખારી બનાવી નાંખશે.

પકડું – કેમ શું થયું?

ટાઈગર – વારે વારે દેખાડે છે… બેટરી લો… બેટરી લો… (battery low) અત્યાર સુધીમાં 56 બેટરી બદલી નાંખી… હજી એવું જ કહે છે બોલ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.  રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.  )

9978918796 અથવા mehul.  v.  vyas@gmail.  com / funrangnews@gmail.  com પર મેઈલ કરો.  

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.  whatsapp.  com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *