- ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે બુધવારે રાત્રે બનેલી કાળજું કંપાવી દે તેવી ઘટના.
- પ્રધાનમંત્રી દ્વારા વળતરની જાહેરાત – ગૃહ મંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું.
- ઘણીવાર ફોન કરવા છતાં ત્રણ કિમી દૂરની હોસ્પિટલથી કોઈ મદદ ના પહોંચાડાઈ.
[Mehulkumar Vyas – 9978918796]
ઉત્તર પ્રદેશ । ગઈકાલે રાત્રે કુશીનગરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના બનવા પામી હતી. લગ્ન પ્રસંગમાં નૃત્ય જોવામાં મશગૂલ બાળકીઓ સહિતની મહિલાઓ સ્લેબથી ઢાંકેલા કૂવા પર ઉભી હતી. ત્યાં અચાનક સ્લેબ તૂટી જવાને કારણે બાળકીઓ – મહિલાઓ ધડાકાભેર ઉંડા કૂવામાં ખાબકી હતી. બનાવને પગલે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. આ દુર્ઘટનામાં 5 થી 15 વર્ષની 9 બાળકીઓ અને 4 મહિલાઓના મોત નિપજ્યા હતાં.
હૈયુ હચમચાવી નાંખે તેવી આ ઘટનાની વિગતો એવી છે કે, કુશીનગરના નેબુઆ નૌરંગિયામાં સ્કૂલ ટોલાના રહેવાસી પરમેશ્વર કુશવાહના દિકરાના લગ્ન નિમિત્તે, બુધવારે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં પીઢી ચોળવાની વિધી રાખવામાં આવી હતી. પચાસેક મહિલાઓ – બાળકીઓ ગામની વચ્ચે આવેલા જૂના કુંવા ખાતે પીઢીની વિધી માટે એકઠી થઈ હતી.
સ્લેબથી ઢાંકેલા કૂવા પર નહીં જવા ચેતવવા છતાં વિધીની મઝા માણી રહેલી કેટલીક મહિલાઓ – બાળકીઓ કૂવા પર ચઢી ગઈ હતી. ક્ષમતા કરતાં વધુ લોકો ચઢી જવાને કારણે સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. અને ઉપર ઉભેલી મહિલાઓ – બાળકીઓ ઉંડા કૂવામાં પડી ગઈ હતી અને ડૂબવા લાગી હતી.
રાત્રીના સમયમાં બનેલી ઘટનાને પગલે મહિલાઓએ બૂમરાણ મચાવતાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. બનાવને પગલે દોડી આવેલાં ગ્રામવાસીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. પરંતુ, ત્યાં સુધીમાં ઉંડા કૂવામાં ભરાયેલા 10 ફૂટ જેટલાં પાણીમાં 13 લોકોના મોત નિપજ્યા હતાં. અંધારાને કારણે લોકોને બચાવવામાં ગ્રામજનોને ભારે અગવડ પડી હતી. ગ્રામજનોનું માનવું છે કે અંધારું ના હોત તો વધુ લોકોને બચાવી શકાયા હોત.
ગ્રામજનોએ દુર્ઘટના સ્થળથી માત્ર ત્રણ કિમીના અંતરે આવેલી હોસ્પિટલમાં ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવવાના પ્રયાસો કર્યા હતાં. જોકે, લગભગ એક કલાક પછી એમ્બ્યુલન્સ આવી હતી. એમાંય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ત્યાં ડોક્ટર હાજર નહોતા. માટે કેટલાંક લોકોના મૃત્યુ તો તાત્કાલિક સારવાર નહીં મળવાને કારણે પણ થયા છે. અધિકારીઓનું કહેવું છે, બેજવાબદાર ડૉક્ટર સામે કાર્યવાહી કરાશે.
દુઃખદ બનાવ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગૃહમંત્રી અમિત શાહ, યુ.પી. સી.એમ. યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખની ચૂકવવાની જાહેરાત કરી હતી.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, કાલે રાત્રે બાથરૂમ ગયો તો અંદર ભૂત હતું.
પકડું – પછી… પછી શું થયું?
ટાઈગર – કંઈ નહીં… મેં તો ભૂતને કહી દીધું, તમે પતાવી લો… મારી તો થઈ ગઈ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz