➡ ધોનીએ કહ્યું હતું કે, હવે જોજે તારી દાઢી કેટલી જલ્દી ગ્રે થઈ જાય છે, આપણે એ વાતે બહુ હસ્યા હતાં – અનુષ્કા
➡ વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ તેની પત્ની અનુષ્કાએ ઇંસ્ટાગ્રામ પર મુકી લાંબી પોસ્ટ.
Mehulkumar Vyas. [9978918796]
Rang Ramat | સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરિઝ હાર્યા બાદ વિરાટ કોહલીએ અચાનક જ કપ્તાન પદ પરથી રાજીનામું આપી દેતાં ચાહકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. જોકે, વિરાટના નિર્ણયને પગલે અનુષ્કા શર્માએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ મુકીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.
અનુષ્કાએ બે તસવીરો સાથે કરેલી પોસ્ટમાં જણાવાયું છે કે, મને વર્ષ 2014નો એ દિવસ યાદ છે, જ્યારે તે મને કહું હતું કે તું ઇન્ડિયન ટેસ્ટ ટીમનો કેપ્ન બની ગયો છે. કારણકે, ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. બીજા દિવસે હું, તું અને ધોની મળ્યા હતાં. ત્યારે ધોનીએ કહ્યું હતું કે, હવે જોજે તારી દાઢી કેટલી જલદી ગ્રે થઈ જાય છે. આપણે આ વાત પર બહુ જ હસ્યા હતાં. તે દિવસ પછી મેં તારી ગ્રે થતી દાઢી ઉપરાંત ઘણું બધું જોયું છે. મેં ગ્રોથ જોયો, વિકાસ જોયો, તારી અંદેર અને તારી આસપાસ પણ. હા મને, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે તારો ગ્રોથ તથા અચીવમેન્ટ્સ પર ગર્વ છે, પરતું એનાથી પણ વધારે મને તારી અંદેરના ગ્રોથ પર ગર્વ છે.
અનુષ્કાએ લખ્યું છે કે, મને તારી પર વિશ્વાસ છે કે તુ તારા સારા ઇરાદાઓ આગળ કોઈપણ મુશ્કેલીને ટકવા નહીં દે. તે ઉદાહરણ સેટ કર્યું અને એક એક જીત માટે બધું જ દાવ પર લગાવી દીધું. પોતાની પૂરી એનર્જી લગાવી અને હાર બાદ પણ તારી બાજુમાં બેસીને મેં તારા આંસુઓ જોયા છે. તારા મનમાં અફસોસ હતો કે ક્યાં ભુલ રહી ગઈ અને કેવી રીતે આને સારું કરી શકાય.
અનુષ્કાએ વિરાટ વધુમાં લખ્યું છે કે, મેં પહેલાં પણ કહ્યું હતું કે જે લોકો તને સારી રીતે સમજી જશે તે લોકો ધન્ય છે. તુ પર્ફેક્ટ નથી અને તારી અંદર પણ ઉણપ છે, પરંતુ તે ક્યારેય એને છુપાવવાનો પ્રયાસ નથી કર્યો. તે હંમેશા જે સાચું લાગ્યું તેનો સાથ આપ્યો. તે હંમેશા અઘરા માર્ગને પસંદ કર્યો. તે ક્યારેય કોઈ વાતની ભીખ નથી માગી. આ પોઝિશન માટે પણ નહીં.
અનુષ્કા શર્માએ વિરાટ કોહલી માટે કરેલી પોસ્ટ હાલ સોશિયલ મિડીયામાં ભારે ચર્ચા જગાવી રહી છે.
(FunRang Joke)
પકડું – ટાઈગર, કેટલાંક મિત્રો 11માં ધોરણની માર્કશીટ જેવા હોય છે.
ટાઈગર – 11માંની માર્કશીટ જેવા એટલે?
પકડું – જીવનમાં ક્યારેય કામ જ ના લાગે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz