- જાડેજા વર્ષ 2012થી CSK સાથે જોડાયેલો છે.
- ધોનીની કેપ્ટનશીપમાં CSK આઈપીએલના ચાર ખિતાબ જીત્યું છે.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
રંગરમત । આઈપીએલ શરૂ થવાને આડે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. રવિન્દ્ર જાડેજાને ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે.
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) આઈપીએલ (IPL)ની સૌથી લોકપ્રિય ટીમ ગણાય છે. મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે ચાર વખત આઈપીએલનો ખિતાબ પણ પ્રાપ્ત કર્યો છે. ચાલુ વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સે મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા સહિત 4 ક્રિકેટર્સને રિટેઈન કર્યા હતાં.
ફ્રેન્ચાઈઝીએ રૂ. 16 કરોડમાં રવિન્દ્ર જાડેજાને રિટેન કરીને એવો સંકેત આપ્યો હતો કે, ધોનીની જગ્યાએ તેને કપ્તાની સોંપવામાં આવી શકે. જ્યારે ધોનીને ચાલુ સિઝન માટે રૂ. 12 કરોડ, મોઈન અલીને 6 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને રૂ. 6 કરોડમાં રિટેઈન કરાયા હતાં.
(આજનો Funrang જોક)
ચમન – આજે હું લેડીસ ડ્રેસ ખરીદવા ગયો હતો…
અમન – તારા માટે?
ચમન – અરે તું વાત સાંભળને… દુકાનદારને મેં કીધું કે લેડિઝ ડ્રેસ બતાવો… તો દુકાનદાર મને કહે કે પત્ની માટે જોઈએ છે?
અમન – તે ના જ પાડી હશે…
ચમન – હા… તો કહે તો પછી ભારે બતાવું…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz