➡ નવો યુનિફૉર્મ કોમ્પ્યુટરની મદદથી ડિજીટલ ડિસરપ્ટિવ પેટર્ન પર તૈયાર કરવામાં આવ્યો છે.
➡ પેરાશૂટ રેજિમેન્ટના કમાંડોની એક ટુકડીએ શનિવારે સેના દિવસ પરેડમાં ભાગ લીધો હતો.
Mehulkumar Vyas. [9978918796]
FunRang News । ભારતીય સેના માટે એક નવો કૉમ્બેટ યુનિફૉર્મ તૈયાર કરવામાં આવ્યો છે. જે જવાનો માટે વધુ આરામદાયક અને વાતાવરણને અનુકૂળ છે. ડિજીટલ ડિસરપ્ટિવ પેટર્નના આ નવા યુનિફૉર્મ પહેરીને પેરાશૂટ રેજિમેન્ટનાં કમાંડો ટુકડીએ ગત શનિવારે સેના દિવસ નિમિત્તે યોજાયેલી પરેડમાં ભાગ લીધો હતો.
વર્ષ 1949થી પ્રતિ વર્ષે 15 જાન્યુઆરીએ સેના દિવસ ઉજવવામાં આવે છે. શનિવારે સેના દિવસની ઉજવણી દરમિયાન આર્મી ચીફ જનરલ એમ.એમ. નરાવણે દ્વારા સેનાના નવા કૉમ્બેટ યુનિફૉર્મનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ નવો યુનિફૉર્મ તબક્કાવાર લગભગ 12 લાખ જવાનોને આપવામાં આવશે.
સેનાના નવા યુનિફૉર્મમાં મટીરીયલ સહિતની વિવિધ બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જૂના કરતાં નવાં યુનિફૉર્મનું ફેબ્રિક 15 ટકા હલકું, અને 23 ટકા વધુ મજબૂત છે. ઝડપથી સૂકાઈ જાય તેવું છે. સેનાના જવાનો માટે જરૂરી 4 C – comfort, climate, camouflage અને confidentialityને ધ્યાનમાં રાખીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT)ના 7 પ્રોફેસર્સ, 3 સ્ટુડન્ટ્સ અને 2 એલ્યુમની દ્વારા નવો યુનિફૉર્મ તૈયાર કરવામાં આવ્યો છે.
ટીમ દ્વારા અલગ અલગ ડિઝાઈન્સ તૈયાર કરવામાં આવી હતી. જે પૈકી આર્મીના કમાન્ડર્સ દ્વારા સંયુક્ત નિર્ણય લઈને નવો યુનિફૉર્મ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં 16 પેટર્ન નાપસંદ કર્યા બાદ આખરે 17મી પેટર્ન પસંદ કરવામાં આવી હતી.
ભારતીય સેનાના નવાં કૉમ્બેટ યુનિફૉર્મમાં મુખ્ય પાંચ ખાસીયતો છે.
1 – આ યુનિફૉર્મનો રંગ સૈનિકોના કામ કરવાના સ્થળો તેમજ વાતાવરણને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યો છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, સૈનિક વાતાવરણમાં સરળતાથી કેમોફ્લાજ થઈ શકે.
2 – વિવિધ દેશોની સેનાઓ દ્વારા પહેરવામાં આવતાં કૉમ્બેટ યુનિફૉર્મનું અધ્યયન કર્યા બાદ રાષ્ટ્રીય ફેશન પ્રૌદ્યોગિકી સંસ્થાનના સહયોગથી આ નવા કૉમ્બેટ યુનિફૉર્મને તૈયાર કરવામાં આવ્યો છે.
3 – નવો કૉમ્બેટ યુનિફૉર્મ સૈનિકો માટે ખૂબ જ આરામદાયક છે અને સરહદ સહિત તમામ જગ્યાઓ પર પહેરી શકાય એવો છે. કમ્પ્યૂટર દ્વારા ડિજિટલ ડિસરપ્ટિવ પેટર્ન તૈયાર કરવામાં આવી છે.
4 – આ નવા યુનિફૉર્મમાં શર્ટને ઇન કરવાની જરૂરત નથી. જૂના યુનિફૉર્મમાં શર્ટ ઇન કરવું પડતું હતું.
5 – નવો યુનિફૉર્મ ઓપન બજારમાં ઉપલબ્ધ નહીં થાય.
🙂 (FunRang Joke) 🙂
પકડુંએ સાંજના સમયે ટાઈગરને ઝાડ નીચે બેઠેલો જોયો.
પકડું – ટાઈગર, અહીં કેમ બેઠો છે?
ટાઈગર – તારા કારણે… તેં કાલે કીધું તુંને ઝાડની નીચે બેસવાથી શીતલ છાયા મળે.
પકડું – હા, એ તો છે જ…
ટાઈગર – તંબુરો તારો… સવારથી બેઠો છું… ના શીતલ આવી… ના કોઈ છાયા…
(આજે ગુજરાતી ન્યૂઝપેપરમાં છપાયેલા ન્યૂઝ કાર્ટૂન જુઓ એક જ વિડીયોમાં)
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz