- ઉસ્તાદ ઝાકિર હુસેનજીનું તા. 15 ડિસેમ્બરના રોજ અમેરિકા ખાતે નિધન થયું હતું.
- પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના તબલા વિભાગ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
FunRang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
Mehulkumar Vyas | વડોદરાની મ.સ. યુનિ.ની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા ગત રોજ નિધન પામેલા પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસેનજીને “તાલાંજલિ” અર્પણ કરવામાં આવી હતી.
ફેકલ્ટી ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારના જણાવ્યા પ્રમાણે, ભારતીય શાસ્ત્રીય સંગીતજગત આજે ઊંડા શોકમાં છે. તબલાના મહાન સાધક અને પદ્મ વિભૂષણ સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકિર હુસેનજી ના અચાનક નિધનના સમાચારથી સમગ્ર કલાકારો, સંગીતપ્રેમી શ્રોતાઓ અને તેમના શિષ્યો તેમજ અનુયાયીઓના હ્રદયમાં શૂન્યતા છવાઈ ગયું છે.
પ્રોફેસર ભાવસારના જણાવ્યા પ્રમાણે, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા આ વિખ્યાત કલાકારની સ્મૃતિમાં “તાલાંજલિ” સ્વરૂપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ ઉદ્દાત કાર્યક્રમમાં તેમના જીવન અને તબલા ક્ષેત્રેના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાપૂર્વક સ્મરીને તબલા દ્વારા સંગીતમય અંજલિ આપવામાં આવી હતી.
તાલાંજલિમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેમની પ્રખ્યાત રચનાઓ જેમ કે કાયદા, ટુકડા, ચક્રધાર અને તિહાઈઓનું વાદન અને પરા કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ ઉપરાંત ઉસ્તાદ ઝાકિર હુસેનના જીવનપ્રેરક પળોની યાદો અને તેમના સંગીત પ્રદર્શનોના વિડિયો રજૂ કરવામાં આવ્યા, જેનાથી તેમના સંગીતિક જીવન પુનર્જીવિત થઈ ગયુ હતું. શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમની સાથેના સંસ્મરણોને યાદ કરીને આ યાદગાર ક્ષણને વધુ અર્થપૂર્ણ બનાવી.
આ કાર્યક્રમના માધ્યમથી સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકિર હુસેનના અવિસ્મરણીય યોગદાનને યાદ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રત્યેના તેમની દૃઢ પ્રતિબદ્ધતાને સલામ કરવામાં આવી.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz