- શારદાબહેન હોસ્પિટલના નવા ઇમારતને અશોક મીલ કમ્પાઉન્ડ, સરસપુર ખાતે મળેલાં પ્લોટમાં બાંધવા કન્સલ્ટન્ટની નિમણૂંકને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમીટી
- જૂની. વી.એસ. હોસ્પિટલ બંધ કરવાના નિર્ણયને દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
Funrang. હાઈકોર્ટની ટકોર બાદ આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનને જૂની વી.એસ. હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલના નવા ઇમારત બનાવવાનો નિર્ણય લેવો પડ્યો છે. તેમજ નવા ઇમારત માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
મ્યુનિ. તંત્ર દ્વારા જૂની વી.એસ. હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લેવાતાં, તેને દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે હાઈકોર્ટની ટકોર બાદ મ્યુનિ. તંત્રને જૂની વી. એસ. હોસ્પિટલની સેવાઓ પુનઃ શરુ કરવાની ફરજ પડી હતી.
સરસપુર ખાતેના અશોક મીલ કમ્પાઉન્ડ ખાતે મળેલાં પ્લોટમાં શારદાબહેન હોસ્પિટલની નવી ઇમારત બાંધવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંકને સ્ટેન્ડિંગ કમીટીએ મંજૂરી આપી હતી. જ્યારે વી. એસ. હોસ્પિટલમાં 50 સુપર સ્પેશ્યિલ તબીબો સાથે ઓ. પી. ડી. સારવાર શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. સોમવારથી ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરી દેવાયો છે. આ ઉપરાંત, ટેન્ડર પ્રક્રિયાને પણ સ્ટેન્ડિંગ કમીટીએ લીલી ઝંડી આપી દીધી હતી.
#funrang #Ahmedabad #AMC