Vadodara. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહે ગઈકાલે નવલખી મેદાન ખાતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહની વાહવાહી અને સફળતાનો સંપૂર્ણ શ્રેય ભાજપના કર્મઠ કાર્યકર્તાઓને ફાળે હોવાનું જણાવ્યું હતું.
ઉમંગ – ઉત્સાહભર્ય પ્રકાશમય દિપાવલી પર્વ પછી શરૂ થતા નૂતનવર્ષ ના વધામણાં રૂપે ભારતીય જનતા પાર્ટી સંસ્કૃતિ અને પરંપરાને આધીન નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરે છે, જેમાં નેતાઓ, મંત્રી ઓ અને મુખ્યમંત્રી કાર્યકર્તાઓને નૂતનવર્ષની શુભકામના આપવા આવે છે અને કાર્યકર્તાઓ તેઓનું ઉમળકાભેર અભિવાદન કરે છે.
પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ભાજપા શહેર સંગઠન ધ્વારા ગઈ તા. 17 નવેમ્બર ના રોજ નવલખી મેદાન ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહની સફળતા માટે સંગઠનના પદાધિકારીઓ સહિત શહેરમાં સમાવિષ્ઠ તમામ ૧૯ વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ, તમામ મોરચા સેલના સંયોજકો, સહ સંયોજકો તેમજ હજારોની સંખ્યામાં પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ પોતપોતાને સોંપેલી જવાબદારી નિભાવવા ઉમંગ – ઉત્સાહ સાથે ખડેપગે જોતરાયેલા હતા.
મહિલા મોરચાના બહેનોએ ગૌરવવંત રાષ્ટ્રધ્વજમાં સમાયેલ કેશરી સફેદ અને લીલા રંગની સાડીમાં સજ્જ થઇ ત્રણેય રંગોને સન્માન આપ્યું હતું. યુવા મોરચાના ઉત્સાહી કાર્યકર્તાઓએ કેશરી રંગની ટી શર્ટ ધારણ કરી સમારોહ સ્થળને કેશરીયાના માહોલમાં ફેરવ્યું હતું.
આ ઉપરાંત વિવિધ સમાજની સંસ્કૃતિઓને ઉજાગર કરતી જાતિઓએ પણ તેમના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઇ શોભામાં વૃદ્ધી કરાવી હતી. ભવાઈ સાથે રાષ્ટ્રભક્તિ ઉજાગર કરતા મનોરંજન કાર્યક્રમોમાં કાર્યકર્તાઓને ઉપસ્થિત સૌ કોઈને આનંદ વિભોર કાર્ય હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપા શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહના નેતૃત્વમાં શહેર સંગઠન ધ્વારા આયોજીત નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યકર્તા જોગ સંબોધનમાં જણાવ્યું હતું કે વડોદરા શહેર ભાજપા ધ્વારા યોજાયેલ આવા ભવ્યાતિભવ્ય સમારોહ અને કાર્યકર્તાઓ ધ્વારા આવો ઉષ્માભર્યા – ઉમળકાભેર સ્વાગત ગુજરાતમાં પહેલીવાર જોવા મળ્યો છે. ઉપસ્થિત અન્ય મંત્રીઓએ પણ આ ભવ્ય સમારોહની પ્રશંસા કરી હતી.
વડોદરા શહેર ભાજપા ધ્વારા યોજાયેલ આ અદભૂત, અદ્વિતીય અને ભવ્ય સમારોહની સફળતાના શ્રેયી કાર્યકર્તા હોવાનું જણાવ્યું છે. કાર્યકર્તાઓની કાર્યશક્તિ અગામી વિધાનસભાની ચૂંટણી માં પુનઃ શહેરની પાંચેય વિધાનસભા બેઠકના ઉમેદવારોને ગત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનેલા ઉમેદવારોને એનાથી પણ વધુ સરસાઈથી વિજયી બનાવવા પ્રતિબદ્ધ હોઈ પાર્ટીમાં દરેક કાર્યક્રમોની સફળતાનો આધાર જ કાર્યકર્તાઓ હોવાનું જણાવેલ તથા આવા સંનિષ્ઠ, કર્મઠ કાર્યકર્તાઓ પરત્વે આભારની લાગણી વ્યક્ત કરી છે.
#funrang #Vadodara #funrang #gujaratnews #vadodaranews #latestnews #newsupdate #vadodara
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.