- વડોદરામાં “ભાજપ” વિરોધ ટ્રેન્ડમાં છે ત્યારે ભાજપી મહિલા નેતાની રીલ જોઈ લોકોમાં ભારે રોષ.
- વોર્ડ નં. 11 ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલે નાચવાની ‘મહેનત’ કરી રીલ બનાવી.
FunRang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
Mehulkumar Vyas | વડોદરામાં હાલ પૂર અસરગ્રસ્તો ભાજપી ધારાસભ્યો – કાઉન્સિલરો વગેરેને સોસાયટીમાંથી હાંકી કાઢતાં જોવા મળી રહ્યાં છે. ભાજપીઓના ભ્રષ્ટાચારને પગલે શહેરની દુર્દશા થવાથી આ વર્ષે 12 ઈંચ વરસાદમાં લગભગ 72 કલાક સુધી પાણીના સકંજામાં ફસાઈ ગયેલાં લોકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે શિસ્તબદ્ધ પાર્ટીની એક મહિલા નેતાનો વરસાદી પાણીમાં “ટીપ ટપાક… ડમ.. ડમ” કરતો વિડીયો (રીલ) સામે આવ્યો છે. જેને પગલે પૂર અસરગ્રસ્તોના બળતાંમાં ઘી રેડાયું છે.
તો ચાલો, વડોદરાના વોર્ડ નંબર 11ના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલની નૃત્ય કલાનો પરિચય આપતી રિલને વધુ ટ્રેન્ડ કરીએ.
વિડીયો જોઈને એક તબક્કે તો એવું જ લાગે છે કે, રાજ્ય સરકારે વડોદરાની વિશ્વામિત્રી નદીના ઉદ્ધાર માટે 1200 કરોડ રૂપિયા ફાળવવાની તાબડતોબ જાહેરાત કરી, એની ખુશીમાં ભાજપી મહિલા નેતાએ “ટીપ ટપાક… ડમ.. ડમ” કરી નાંખ્યું હોય. આમ તો, 1200 કરોડની વહેતી ગંગામાં કેટલાંક અગ્રણીઓ – સરકારી બાબુઓ, આવડત અને સત્તા પ્રમાણે પોતાના હાથ – પગ કે મોઢું ધોઈ નાંખશે. પણ, આ ચાર્મીબહેન પટેલ સુધી તો છાંટોય પહોંચવાનો નથી. જે રીતે છેલ્લાં બે દાયકાથી શાંઘાઈનો છાંટોય પ્રજા સુધી પહોંચ્યો નથી.
શક્ય છે કે, ચાર્મીબહેનને ખ્યાલ નહીં હોય કે, તેઓ જ્યારે રીલ બનાવવા નાચી રહ્યા છે, ત્યારે વડોદરામાં લાખ્ખો લોકો જીવ બચાવવા ઝઝુમી રહ્યા છે. બિચારા બહેનને ખ્યાલ હોત તો એ નાચવાને બદલે સેવા કરવા અંગેના ફોટો પડાવવા દોડધામ કરતાં હોત… શું કહો છો?
ચાર્મીબહેનને એક વણમાગી સલાહ આપી દઈએ તો… હવે આ વિવાદમાં બચવા માટે “મગરના આંસુ” સારતો એક વિડીયો બનાવીને રીલ બનાવે, વડોદરાવાસીઓની માફી માંગી લે… એ વિડીયોના બેકગ્રાઉન્ડમાં પણ ટીપ ટીપાક ડમ ડમ… બરોબર સેટ થઈ જ જશે.
છેલ્લે એક વાત માત્ર જાણ ખાતર… આમ તો ચાર્મીબહેને પોતાનો પ્રોફાઈલ લોક રાખ્યો છે. માટે એમના જ કોઈ હિતેચ્છુ ફ્રેન્ડે જ વિડીયો વાઈરલ કર્યો હશે… ત્યારે રીલને વાઈરલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર એ ફ્રેન્ડને ચાર્મીબહેને થેન્કુય તો કહેવુ જ જોઈએ. શું કહો છો?
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz