વડોદરા. ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા તૈયાર કરાયેલા સંવિધાન 26 નવેમ્બરના રોજ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015થી 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
ભારતીય જનતા પાટી દ્વારા ગુજરાત પ્રદેશ દ્વારા જિલ્લા અને મહાનગરોમાં 26 નવેમ્બર 2021ના રોજ ‘સંવિધાન યાત્રા ગૌરવ દિવસ ’ તરીકે યાત્રા અને પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે.
ગઈકાલે તા. 26 નવેમ્બરના રોજ વડોદરા શહેરમાં ભાજપા અનુસુચિત જાતી મોરચા દ્રારા સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરાયું હતું. સાંજે 5 વાગ્યે આઝાદ ચોક, સંગમથી આન બાન શાનથી સંવિધાન રથ સાથે નિકળેલી આ ગૌરવ યાત્રામાં ભાજપા ના હોદ્દેદારો પદાધિકારીઓ એ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી સંવિધાનના પુસ્તકની પુજા અર્ચના કરી હતી. યાત્રાનું ઠેર ઠેર ફૂલહારથી સ્વાગત કરાયું હતુ. મોડી સાંજે ગૌરવ યાત્રા મિલન પાર્ટી પ્લોટ, માણેક પાર્ક ચાર રસ્તા પાસે સંપન્ન થઈ હતી.
ગૌરવ યાત્રામા પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, રાજ્યના મંત્રી શ્રીમતી મનીષાબહેન વકીલ, શહેર અધ્યક્ષ ડૉ.વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ, મેયર કેયુરભાઈ રોકડીયા, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડીયા, ધારાસભ્ય શ્રીમતી સીમાબહેન મોહિલે, વડોદરા શહેર પ્રભારી શ્રીમતી દર્શનાબહેન દેશમુખ, મહામંત્રી સુનીલભાઈ સોલંકી, જશવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક, અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ નરેશભાઈ સોલંકી, મહામંત્રી યોગેશભાઈ પરમાર અને મહામંત્રી મનીષભાઈ કાપડીયા, પ્રદેશનાં અનુસુચિત જાતી મોરચાનાં ઉપપ્રમુખ રાકેશભાઈ પરમાર, પ્રભારી વિનોદભાઈ સોલંકી સહીતનાં અગ્રણીઓ જોડાયાં હતાં.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
Please Subscribe my youtube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg