- ક્રાઈમ બ્રાન્ચના એસીપીને તપાસ સોંપતા પોલીસ કમિશનર.
વડોદરા. વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં વિવાદીત ભૂતકાળ ધરાવતી સંસ્થા OASISનું નામ ઉછળ્યું છે. OASIS સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરવાની માંગણી પણ ઉઠવા પામી છે ત્યારે આજરોજ પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંહે OASIS સંસ્થા અંગે તપાસ સોંપવામાં આવી છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની યાદીમાં જણાવ્યા અનુસાર, વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડ ખાતે OASIS સંસ્થા સાથે જોડાયેલી યુવતી સાથે દુષ્કર્મ અને આત્મહત્યાનો બનાવ બન્યો હતો. OASIS સંસ્થા સાથે સંકળાયેલી અન્ય યુવતીઓ અને સંસ્થાના મુખ્ય ટ્રસ્ટીને તેમજ સેક્રેટરીને બનેલ ઘટનાની જાણ હોવા છતાં, તેઓએ પોલીસને તેમજ પિડીતાના પરિવારને જાણ કરી નહોતી. પરંતુ સમગ્ર ઘટના પર ઢાંક પીછોડો કરી બેદરકારી દાખવી હતી. જેને કારણે આશાસ્પદ યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
મીડિયીમાં પણ OASIS સંસ્થા વિશે વિપરીત સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. જે તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને કેટલાંક નાગરીકો અને સંસ્થા દ્વારા OASIS સંસ્થાનું રજિસ્ટ્રેશન તાત્કાલિક રદ કરવાની માંગણી પોલીસ કમિશનર સમક્ષ કરવામાં આવી છે. તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંહે આ રજૂઆતો બાબતે વિસ્તૃત તપાસ કરવા એસીપી, ક્રાઈમને તપાસ સોંપી છે. તેમણે આ રજૂઆતોના તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને તપાસ હાથ ધરી છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
Please Subscribe my youtube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg