• વિષ્ણુ ભરવાડે 108માં 150થી વધુ ફોન કરીને હેરાનગતિ કરી હતી.

વડોદરા. ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સને ફોન કરી ખોટી દોડધામ કરાવનાર તેમજ 108 અને 112માં પાયલોટ તરીકે નોકરી અપાવવના બહાને લોકોના નાણાં હડપી લેનાર શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

(સ્પેનની હોરર રેસ્ટોરન્ટ વિશે ખાંટુ નટુંનો રમૂજી અહેવાલ)

વાઘોડીયા રોડ પર આવેલા જામ્બુડીયાપુરા ખાતે રહેતો 25 વર્ષિય વિષ્ણુ વનાભાઈ ભરવાડે 17 નવેમ્બર થી 30 નવેમ્બરના સમયગાળા દરમિયાન દેવભુમી દ્વારકા જિલ્લાની ખીલખીલાટમાં, ગાંધીનગર 181 અભયમ્ , પંચમહાલ જિલ્લાના 181 અભયમ ગોધરા તેમજ 108 એમ્બ્યુલન્સ અને 112માં પાયલોટ તરીકે નોકરી અપાવવાના બહાને લોકોને અલગ અલગ નંબરથી કોલ કર્યા હતાં. લોકો પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણીકાર્ડ તેમજ લાઈસન્સ વગેરે ડોક્યુમેન્ટ વોટ્સએપ દ્વારા મંગાવ્યા હતાં. અને બેન્ક ઓફ બરોડાના ખાતામાં ચાર શખ્સો પાસેથી પ્રતિ શખ્સ 1250 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં.

આ અગાઉ વિષ્ણુ ભરવાડે 108માં 150થી વધુ ફોન કરીને ખોટી બાતમીઓ આપી હતી. જેને પગલે એમ્બ્યુલન્સને ખોટે ખોટી દોડધામ કરવી પડી હતી. આ સમગ્ર મામલે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિષ્ણુ ભરવાડને ઝડપી પાડ્યો હતો.

આરોપીને ઝડપી પાડવામાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મહેન્દ્ર આત્મારામ તથા અ.હે.કો. કનુભાઈ ગીરધરભાઈ, અ.પો.કો. હરેશભાઈ વાઘજીભાઈ, અ.પો.કો. કમલેશભાઈ બદુભાઈ અને અ.પો.કો. સુરેન્દ્રભાઈ શ્રવણભાઈએ સારી કામગીરી કરી હતી.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

Please Subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *