• મોડી રાત્રે અભયમની ટીમે કાલાઘોડા સર્કલ પાસે બે સગીરા અને સગીરને શંકાસ્પદ હાલતમાં જોયાં.
  • પિતરાઈ ભાઈ – બહેન હોવાના બહાને અભયમની ટીમને ચકમો આપવાનો પ્રયાસ કર્યો.
  • અભયમ ટીમે સમજાવી અને માર્ગદર્શન આપી પોલીસ તંત્રની મદદથી બંને માસૂમને હેમખેમ પરિવાર ભેગી કરી.

વડોદરા. સોશિયલ મિડીયાની સાઈડ ઇફેક્ટનો એક કિસ્સો ગત રાતે વડોદરા શહેરમાં ઝડપાયો હોવાની વિગતો જાણવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ થયેલા દાહોદના 17 વર્ષિય સગીર અને સુરત જિલ્લાના માંડવીની બે 14 વર્ષિય સગીરાઓ વડોદરા ખાતે મળ્યા હતાં. જોકે, મોડી રાત્રે કાલાઘોડા સર્કલ પાસે શંકાસ્પદ હાલતમાં ફરતાં જોવા મળેલી ત્રિપુટીની અભયમની ટીમે પુછપરછ કરતાં સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો.

મહિલા સુરક્ષા હેલ્પ લાઈન અભયમની ટીમ ગઈકાલે મોડી રાત્રે કાલાઘોડા સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યાં શંકાસ્પદ હાલતમાં ઉભેલી બે 14 વર્ષિય સગીરા અને એક 17 વર્ષિય સગીર તેમની નજરે પડ્યા હતાં. અભયમની ટીમે તેઓની પુછપરછ કરતાં, પહેલાં તો ત્રણેય જણે પિતરાઈ ભાઈ – બહેનો હોવાના બહાને ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓની વાત માનવાને બદલે ટીમ દ્વારા સગીરના મોબાઈલથી તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. જેને ઇન્સ્ટાગ્રામ પર થયેલાં ફ્રેન્ડ પરિવારને જણાવ્યા વગર વડોદરા ભેગાં થયાં હોવાની વિગતો સપાટી પર આવી હતી.

સગીર અને બંને સગીરા છેલ્લાં એકાદ વર્ષથી ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ બન્યા હતાં. તેથી સુરત જિલ્લાના માંડવીની સગીરાઓ લગ્નમાં જવાના બહાને ઘરેથી બહાર નિકળી હતી. જ્યારે સગીર દાહોદથી વડોદરા આવ્યો હતો.

અભયમ કો-ઓર્ડીનેટરે જણાવ્યું કે આ લોકોએ પોતાની મેળે ઘેર પરત ફરવાની તત્પરતા દર્શાવી હતી. પણ અમે કોઈ જોખમ લેવા માંગતા ન હતા. તેથી તેમના પરિવારોનો સંપર્ક કરી તેમને ઘટનાક્રમથી વાકેફ કર્યા હતા. ત્યારબાદ નર્મદા અને સુરત અભયમ ટીમોની મદદથી માંડવી પોલીસ સ્ટેશન ખાતે પરિવારજનોને બોલાવી સગીરાઓ પરિવારજનોને સોંપાઈ હતી. જ્યારે પરિવારની સૂચના અનુસાર સગીરને વડોદરા ખાતે રહેતાં સબંધીના હવાલે કરાયો હતો.

એકંદરે, અભયમ ટીમની સતર્કતાએ આ સગીર – સગીરાઓને સંભવિત દુર્ઘટનામાંથી ઉગારી લીધાં હતાં.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Please Subscribe my youtube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *