- માતા – પુત્રના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા.
- ફાયર બ્રિગેડ દ્વારા ત્રીજો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.
Vadodara. પાદરા તાલુકાના કરખડી ગામે મહીસાગર નદીમાં ડૂબી જવાથી માતા – પુત્ર સહિત ત્રણના મૃત્યુ નિપજ્યા હતાં. પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુને પગલે ગામમાં શોક છવાઈ ગયો હતો. વડુ પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં.
કરખડી ગામમાં રહેતાં જ્યોતિબહેન વ્યાસ, તેમના પુત્ર અભય વ્યાસ તેમજ ભત્રીજા મિતેષ વ્યાસ સાથે આજે મહીસાગર નદીમાં નહાવા માટે ગયા હતાં. મહીસાગરમાં ન્હાવા પડેલા ત્રણેય જણ અચાનક ડૂબી ગયા હતાં. આ અંગે જાણ થતાં દોડી આવેલાં સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં શોધખોળ કરીને જ્યોતિબહેન તેમજ અભય વ્યાસના મૃતદેહને બહાર કાઢી લીધા હતાં. જોકે, મિતેષનો મૃતદેહ મળતો ના હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમત બાદ નદીમાંથી મિતેષના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પરિવારના ત્રણ સભ્યોનું મૃત્યુ થવાથી વ્યાસ પરિવારે હૈયાફાટ રૂદન કર્યું હતું. વડુ પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.