વડોદરા. ભાયલી TP-4 ખાતે, કોંક્રિટમિક્સ બનાવવાનો RMC પ્લાન્ટ ના ઘોંઘાટ અને ભારે અવાજથી રહેણાંક વિસ્તારોમાં આજુબાજુના રહીશો દ્વારા ખૂબ મોટેથી અવાજના કારણે રહીશો હેરાન પરેશાન હોવાની ઘણા સમયથી ફરિયાદ કરતા હતા.પણ કોઈ ધ્યાને ન લેતાં રહીશોએ ફોન દ્વારા વિપક્ષના નેતા અમી રાવતને ફરિયાદ કરતાં તેઓ મુલાકાતે પહોંચતા સ્થળ તપાસ કરી તો ચોંકી ઉઠ્યા હતા.
શ્રીમતી અમી રાવતે કોર્પોરેશન માં તપાસ કરી તો જાણ્યું કે આ જગ્યા તો કોર્પોરેશનની છે..અને આ કોર્પોરેશનનો ફાઈનલ પ્લોટ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા શાળા શૈક્ષણિક હેતુ બનાવવા માટેનો 25000 સ્કેફૂટનો ફાઈનલ રિઝર્વ પ્લોટ FT-23 નંબર છે. અને આ 20 કરોડ રૂપિયાની 25000 સ્કેફૂટ સરકારી જમીન પર રહેણાંક વિસ્તારમાં કોઈ ખાનગી બિલ્ડરનો લગભગ 2 વર્ષે થી RMC plant ધમધમતો ચલાવી રહ્યો છે.
આ પ્લાન્ટ પરથી તે સિમેન્ટ કોંક્રિટ મિક્સનું વેચાણ બીજા બિલ્ડર ને પણ કરી રહ્યો છે..રહેણાંક વિસ્તારમાં તેના ઘોંઘાટથી રહીશો વૃધ્ધો.બાળકો વગેરે ખૂબ પરેશાન હતાં..પણ કોઈ ધ્યાન આપતું નહોતું..
વિપક્ષના નેતા અમી રાવત, ભાયલી TP-4, ખાતે રેડી મિક્સ કોંક્રિટ પ્લાન્ટ નું મુલાકાત કરી મ્યુનિ કમિશ્નર અને મેયરને પત્ર લખી તાત્કાલિક આ પ્લાન્ટ બંધ કરવાની માંગણી કરી હતી..અને બિલ્ડર પાસે તાત્કાલિક આ ફાઈનલ પ્લોટ ખાલી કરાવી કોર્પોરેશન હસ્તક લેવાની માંગ કરી અને બિલ્ડર પાસે ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર કબજો અને જગ્યાનું છેલ્લા 2 વર્ષનું ભાડું વસૂલ કરવાની સાથે પોલીસ ફરીયાદ કરવાની ઉગ્ર ફરિયાદ રજૂઆત કરી છે..
આ સાથે તેમણે રહીશો સાથે આ શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને OG- વિસ્તાર એટલે આઉટગ્રોથ નામે શહેરમાં સમાવી તો લીધા પણ નાગરિકો પારાવાર રીતે પ્રાથમિક સુવિધાઓના અભાવથી ત્રાહિમામ છે..પીવાનું પાણી,રસ્તા ઊભરાતી ગટરોના ત્રાસ છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
Please Subscribe my youtube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg