- 29 ઓક્ટોબરે દુષ્કર્મ થયું હોવા અંગે સૌથી પહેલાં વૈષ્ણવી ટાપરીયાને જાણ થઈ હતી.
- વૈષ્ણવી ટાપરીયાએ ફોન કરી OASISના મેનેજિંગ ટ્રસ્ટી પ્રિતી શાહ અને સંજય શાહને જાણ કરી હતી.
- ગંભીર પ્રકારનો ગુનો બન્યો હોવા છતાં ચોક્કસ પ્રકારના બદઈરાદાથી OASISનાના જવાબદાર વ્યક્તિઓએ બનાવને છુપાવવાનો પ્રયત્ન કર્યો.
વડોદરા. શહેરના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડના દુષ્કર્મ કેસની વિગતો ચોક્કસ પ્રકારના બદઈરાદાથી છુપાવનાર OASIS સંસ્થાના વૈષ્ણવી ટાપરીયા, મેનેજિંગ ટ્રસ્ટી પ્રિતી શાહ અને સંજય શાહ સામે આખરે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બનાવને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં પોલીસ તંત્ર આરોપીઓના નામ સુદ્ધા જાણી શકી નથી.
છેલ્લા બે વર્ષથી OASIS ટ્રસ્ટમાં અભ્યાસ કરવા સાથે પુસ્તક પ્રકાશન વિભાગ સ્ટોરમાં કામ કરતી યુવતી પર વેક્સિન ગ્રાઉન્ડમાં સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો બનાવ 29 ઓક્ટોબરના રોજ બન્યો હતો. ત્યારબાદ 4 નવેમ્બરના રોજ પિડીતા યુવતીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં વલસાડ ખાતે ટ્રેનમાં મળી આવ્યો હતો.
(પિડીતાને બહેન ગણાવનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી પર કરાયેલા કટાક્ષ સહિત ન્યૂઝ કાર્ટૂન નિહાળો)
OASIS સંસ્થાની યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારાયો હોવાના બનાવની જાણ સૌ પ્રથમ વૈષ્ણવી ટાપરીયાને થઈ હતી. ત્યારબાદ તેણે ફોન કરીને બનાવ અંગે OASISનાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રિતી સંજીવ શાહ અને સંજીવ શાહને વાત કરી હતી. જોકે, ગંભીર બનાવ બન્યો હોવા છતાં તેઓએ પોલીસ તંત્રને જાણ કરી નહોતી. કોઈ ચોક્કસ પ્રકારના બદઇરાદાથી ટ્રસ્ટના જવાબદાર વ્યક્તિ તથા પદાધિકારીઓએ બનાવને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે બનાવના એક મહિના બાદ આખરે ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.
જો OASIS ટ્રસ્ટના જવાબદાર વ્યક્તિઓ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી સમયસર પોલીસ તંત્રને જાણ કરી હોત, તો ગુનાન ભેદ ઉકેલવામાં અને પુરાવા એકઠાં કરવામાં સરળતા રહી હોત, તેમજ પિડીત યુવતીનો જીવ બચાવી શકાયો હતો.
બનાવ સપાટી પર આવ્યા બાદ પણ ટ્રસ્ટના જવાબદાર વ્યક્તિઓએ ડોક્યુમેન્ટ પુરા પાડવામાં તત્પર્તા દાખવી નહોતી. અને પોલીસ તપાસમાં સહયોગ પણ આવ્યો નહોતો. જેને પગલે આખરે તેઓની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં પુરાવા મળશે તો OASIS સંસ્થાનું રજીસ્ટ્રેશન પણ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg