• 1995માં OASIS સાથે સંકળાયેલી યુવતીઓ ઘરે પરત ફરવાની અને લગ્ન કરવાની ના પાડવા લાગી હતી.
  • 1991માં OASIS સંસ્થા શરૂ કરી સંજીવ શાહે એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓને ગેરમાર્ગે દોરી.

Vadodara. વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડ ખાતે થયેલા દુષ્કર્મ બાદ ટ્રેનમાં યુવતીએ કથિત આપઘાત કર્યો હોવાના પ્રકરણમાં OASIS સંસ્થાના સંજીવ શાહ પર કોંગ્રેસી નેતા નરેન્દ્ર રાવતે ગંભીર આક્ષેપો કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દુષ્કર્મ જેવી ગંભીર ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કરવા સંજીવ શાહ અને સંસ્થા દ્વારા કરાયા હોવાનું સ્પષ્ટ થાય છે, છતાં તેમની સામે પોલીસ કેમ પગલાં ભરતી નથી? તેવો સવાલ ઉભો થાય છે.

કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવતે સંજીવ શાહ અને OASIS સંસ્થા સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, OASIS સંસ્થાના સંજીવ શાહની પ્રવૃત્તિ પહેલાથી જ શંકાસ્પદ હતી. વર્ષ 1991માં સંજીવ શાહે OASIS સંસ્થાની શરૂઆત કરી હતી. તે સમયે સંજીવ શાહ એમ. એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓને ગેરમાર્ગે દોરી હતી. યુનિવર્સિટીના શિક્ષણના શુદ્ધિકરણના નામે સંજીવ શાહે યુવતીઓને સાથે રાખી યુનિયન બનાવ્યું હતું. ત્યારબાદ તે સમયના વિદ્યાર્થી નેતા નરેન્દ્ર રાવતના પ્રયાસોને પરિણામે યુનિવર્સિટી વીસી દ્વારા યુનિ. કેમ્પસમાં OASIS સંસ્થા પ્રતિબંધિત જાહેર કરાઈ હતી.

1995માં OASIS સંસ્થા સાથે સંકળાયેલી યુવતીઓ ઘરે પરત જવાની તેમજ લગ્ન કરવાની ના પડવા લાગી હતી. જેને પગલે વાલીઓમાં ફરિયાદો ઉઠવા પામી હતી. જે તે સમયે સિંધરોટ ખાતે સરકારી જમીનમાં ઇમારત બનાવી OASIS સંસ્થાના નેજા હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની માહિતી ગામના સરપંચે નરેન્દ્ર રાવતને આપી હતી. જેમાં ગ્રામજનો સાથે મળી આંદોલન કરવામાં આવતાં કલેક્ટરે જમીન પરત લઈ લીધી હતી.

નરેન્દ્ર રાવતનું કહેવું છે કે, સંજીવ શાહ પહેલાથી જ વિવાદીત વ્યક્તિ છે. પોલીસ સંજીવ શાહ સામે કેમ કાર્યવાહી નથી કરતી? સંજીવ શાહ સાફ સુથરા છે તો કેમ સામે આવતાં નથી? તે સવાલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસ 19 દિવસથી સંસ્થાના સંચાલકો, કર્મચારીઓ સહિત તમામ મુદ્દે તપાસ કરી રહી છે. પરંતુ, દુષ્કર્મ જેવી ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કરનાર સંજીવ શાહ અને સંસ્થા સામે કેમ પગલાં ભરતી નથી? તે સવાલ ઉભો થાય છે.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂંકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *