• તા. 17 નવેમ્બરે સમા કેનાલ રોડ પરના ખુલ્લા મેદાનમાં રમતાં બાળકોની પુછપરછ કરવામાં આવી હતી.
  • તા. 25 નવેમ્બરે 3 બાળકોને બાળ ગોકુલમ્ અને 1 બાળકીને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં મુકી પુનઃસ્થાપન કરાયું.

વડોદરા. સમા કેનાલ રોડ પર ખુલ્લા મેદાનમાં ઝુપડું બાંધીને રહેતાં અને કચરો વિણી જીવન વિતાવતાં માતા – પિતા વિનાના નિરાધાર એવાં 7 થી 14 વર્ષના 4 માસૂમ ભૂલકાંઓનાં પુનઃસ્થાપનની કામગીરી કરી સમા પોલીસની SHE ટીમે એક રીતે આ ભૂલકાંઓના જીવનમાંથી ‘કચરો’ દૂર કરી દીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂલકાંઓનાં પુનઃ સ્થાપનની કામગીરીમાં વૃ.પો.સ.ઈ. જે. આર. વૈદ્ય, વૃ.પો.કો. પ્રેમિલાબહેન નરસિંહભાઈ, વૃ.એલ.આર.ડી. સોનલકુમારી મોહન તેમજ વૃ.એલ.આર.ડી. અસ્મિતા ગલાબજીએ સારી કામગીરી બજાવી હતી.

રાષ્ટ્રીય બાળ અધિકારી સંરક્ષણ આયોગ, નવી દિલ્હી તરફથી “SOP for care and protection of children in street situations” અંગેનો પરિપત્ર જાહેર કરાયો હતો. આ પરિપત્રને ધ્યાનમાં રાખી શહેર પોલીસ કમિશનર ડૉ. સમશેરસિંઘ દ્વારા શહેરમાં રખડું જીવન જીવતાં બાળકોનાં પુનઃસ્થાપન અંગે ટ્રાફીક અને SHE ટીમને સૂચના અપાઈ હતી.

ગત તા. 17 નવેમ્બરના રોજ સમા પોલીસ મથકના પી.એસ.આઈ. જે. આર. વૈદ્ય સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાનમાં સમા કેનાલ રોડ, ગાયત્રી ફ્લેટ – શ્રીજી ફ્લેટની સામેના ખુલ્લા મેદાનના ખુણામાં આવેલા બે – ચાર ઝૂંપડાં પાસે 4 બાળકો રમતાં નજરે પડ્યાં હતાં.

બાળકોની પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, 14 વર્ષિય મેહુલ રાજુભાઈ હરીજન અને 12 વર્ષિય પ્રકાશ રાજુભાઈ હરીજનના માતા – પિતા મૃત્યુ પામ્યા છે. જ્યારે 14 વર્ષિય લલીત જયંતિભાઈ હરીજન અને 7 વર્ષિય જાનવી જયતિભાઈ હરીજનની માતા મૃત્યુ પામી છે. ચારેય બાળકોની દાદી સાવલી ખાતે રહે છે. ચારેય બાળકો કચરો વિણીને પોતાનું ગુજરાન ચલાવે છે.

વધુમાં જાણવા મળ્યું કે, ત્રણેય બાળકોએ સરકારી શાળામાં પ્રાથમિક સુધીનો અભ્યાસ કર્યો છે જ્યારે 7 વર્ષિય બાળકી નિરક્ષર છે. આ મામલા અંગે સ્ટાફે જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર એન. એચ. બ્રહ્મભટ્ટે જિલ્લા બાળ શહેર એકને પત્ર લખી બાળકોના પુનઃસ્થાપન અંગે વિનંતી કરી હતી.

ત્યારબાદ બાલ ગોકુલમના સુપ્રિડેન્ટન્ટે સમા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જેને પગલે બાળકોના આધારકાર્ડ સહિતના દસ્તાવેજો અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ દાદી સાથે જોઇન્ટ અકાઉન્ટ ખોલાવી, તમામ ડોક્યુમેન્ટ બાલ ગોકુલમ્ માં જમા કરાવાયા હતાં.

ગઈકાલે તા. 25 નવેમ્બરના રોજ જિલ્લા બાળ શહેર એકમ તરફથી મંજૂરી પ્રાપ્ત થતાં મેહુલ, પ્રકાશ અને લલીતને બાલ ગોકુલમ્ ખાતે મુકવામાં આવ્યા હતાં. જ્યારે નિરક્ષર બાળકી જાનવીને કોયલી ચેકપોસ્ટ આગળ કોયલી વિદ્યામંદિર સ્કૂલ સામે આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં મુકવામાં આવી હતી.

એકંદરે, નિરાધાર બાળકોને શિક્ષણ અને સુવિધાનો આધાર પ્રાપ્ત કરાવવામા સમા પોલીસની SHE ટીમ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Please Subscribe my youtube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *