- વડોદરા, અમદાવાદ, ખેડા જીલ્લામાં 17 જેટલાં ઘરફોડ – વાહન ચોરીમાં સંડોવાયેલા પિતા – પુત્રને પી.સીબીએ ઝડપી પાડ્યા.
- પિતા – પુત્ર ગ્રાહકના સ્વંગામાં રેકી કરીને ચોરીને અંજામ આપતાં હતાં.
વડોદરા. વડોદરાના કપુરાઈ વિસ્તારમાં રહેતાં 49 વર્ષિય બહુનામધારી પુત્ર અને 72 વર્ષિય પિતાને વડોદરા પી.સી.બી.એ ઝડપી પાડી, 17 જેટલાં ઘરફોડ તથા વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પુત્ર વર્ષ 2016-17માં ઘરફોડ ચોરીમાં ત્રણ વર્ષની સજા ભોગવી ચૂક્યો છે.
આજરોજ PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)ના એ.એસ.આઈ. હરીભાઈ વિરમભાઈ તથા પો.કો. જયેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહને બાતમી મળી હતી. જેના આધારે પીસીબીએ મકરપુરા જી.આઈ.ડી.સી. સ્મશાન પાસે બે શખ્સોને મહેન્દ્ર બોલેરો મેક્સી ટ્રક સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતાં.
પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું કે, એક શખ્સ 49 વર્ષિય સંજય ઉર્ફે સુધીર ઉર્ફે સંદીપ ઉર્ફે પીન્ટુ ઉર્ફે નિખીલ ઉર્ફે રૂડો ટૂકમાં સંજય રમણભાઈ પંચાલ છે. જ્યારે અન્ય શખ્સ 72 વર્ષિ રમેશભાઈ ઉર્ફે રામજીભાઈ ઉર્ફે રમણભાઈ ઉર્ફે રામાભાઈ ટૂંકમાં રમણભાઈ પંચાલ છે. બંને પિતા – પુત્ર મૂળ વિરમગામના વતીને છે અને હાલ કપુરાઈ ગામ પાસે આવેલી રત્નહેવન સોસાયટીમાં રહે છે.
પુત્ર સંજય પંચાલ ઘરફોડ ચોરીના ગુનામાં ત્રણ વર્ષની સજા ભોગવી ચૂક્યો છે. અને હવે પિતાનો સહયોગ પ્રાપ્ત થતાં બાપ – બેટાએ વડોદરા, અમદાવાદ, ખેડા જીલ્લામાં વિવિધ ગુનાઓ આચર્યા હતાં. તેમની સામે અગાઉ અમદાવાદના રામોલ પોલીસ મથક, ઓઢવ પોલીસ મથક, ઘાટલોડીયા પોલીસ મથક, બાપુનગર પોલીસ મથક, વટવા પોલીસ મથક, વટવા જી.આઈ.ડી.સી. પોલીસ મથક, અમરાઈવાડી પોલીસ મથક તેમજ ગાંધીનગર જીલ્લાના કાલોલ પોલીસ મથક, કડી પોલીસ મથક ઉપરાંત મહેસાણા જીલ્લાના મહેસાણા ટાઉન પોલીસ મથક તેમજ બી. ડીવીઝન પોલીસ મથક અને આણંદ જીલ્લામાં આણંદ ટાઉન પોલીસ મથક, તેમજ વિદ્યાનગર પોલીસ મથક, નડીયાદ પશ્ચિમ પોલીસ મથક વગેરે ખાતે ગુનાઓ નોંધાયેલા છે.
જેમાં નડીયાદ ખાતે નોંધાયેલા ગુનામાં સંજય પંચાલને ત્રણ વર્ષની સજા થઈ હતી. જેમાંથી માર્ચ – 2020માં તેનો વડોદરા મધ્યસ્થ જેલમાંથી છુટકારો થયો હતો. ચોરીના ગુનામાં સંડોવાયેલા પિતા – પુત્ર સૌથી પહેલાં ગ્રાહકના સ્વાંગમાં જી.આઈ.ડી.સી.ના શેડ તથા દુકાનોમાં રેકી કરતાં હતાં. શેડ કે દુકાન બંધ થયા બાદ તેના નકુચા અને તાળા તોડી નાંખતાં હતાં. ત્યારબાદ નવા તાળા મારીને વહેલી સવારે બોલેરો મહીન્દ્રા પીકઅપ વાન લઈ જઈ તાળું ખોલીને ઇલેક્ટ્રોનિક્સ સાધનો સહિતની સામગ્રી અને વાહનોની ચોરી કરતાં હતાં.
ચોરી કરતી વખતે કોઈ જોઈ જાય તો ગ્રાહકને માલની ડીલીવરી કરવાની હોવાથી શેડ કે દુકાન ખોલી છે એમ કહીને ચાવી બતાવી પુછનારને ગેરમાર્ગે દોરતાં હતાં. ચોરીનો માલ પોતાના ઘરે સંતાડ્યા બાદ અમદાવાદ ખાતે ભંગારના વેપારીઓને વેચી દેતાં હતાં.
(પિતા – પુત્ર પાસેથી રીકવર થયેલો સામાન વિડીયોમાં જુઓ)
પિતા – પુત્રએ કબૂલાત કરેલાં ગુનાઓ-
- મહિન્દ્ર પીકઅપ ડાલુ સોનીની ચાલીથી ઓઢવ ફાયર બ્રિગેડ વચ્ચે ભંગારની દુકાન પાસેથી ડાલાની બોડી બનાવતા ગેરેજમાંથી ચોરી કરી હતી.
- અમદાવાદ કઢવાડા સર્કલ દાસ્તાન સર્કલ પાસે મારૂતીના શૉરૂમ સામે અમદાવાદ કોર્પોરેશનનું કામકાજ ચાલતુ હતું ત્યાંથી જનરેટરની ચોરી કરી હતી.
- ઓઢવ પુલ પાસે આવેલા રોયલ હોટલના ખાંચામાં પાછળના ભાગે ફેબ્રિકેશનનાં કારખાનામાં ચોરી કરી હતી.
- ઓઢવ પુલ પાસે રોયલ હોટલ પાસે આવેલા એસ.એસ. ભંગારનાં ગોડાઉનમાં ચોરી કરી હતી.
- ઓઢવ પુલની પાસે આવેલા એસ્ટેટના હેવી શેડ બનાવવાના કારખાનામાં ચોરી કરી હતી.
- ઇશનપુર બ્રિજની નીચે બંધ પોલીસ ચોકી સામે આવેલી દુકાનમાંથી ફટાકડા તથા પતંગની દુકાનમાંથી પતંગ તથા ફટાકડાની ચોરી કરી હતી.
- ઓઢવ પોલીસ મથકની બાજુમાં આવેલ યુ.પી.ના શખ્સના ગેરેજમાંથી ઓઈલ તથા ગાડી ધોવાનું વોશિંગ મશીન તથા હવા ભરવાનું કોમ્પ્રેશર ચોર્યું હતું.
- મહેમદાવાદ પાસે આવેલ ખાત્રેજ ચોકડી પાસે હોન્ડાના શૉ રૂમનું શટર કોસથી તોડી તેમાંથી હોન્ડા શાઈન તથા એક્ટિવા જીક તથા હેલ્મેટ ચોર્યું હતું.
- વટવા જી.આઈ.ડી.સી.માં આવેલ પાણીની ટાંકી પાસે એક દુકાનમાંથી સળિયા ચોર્યા હતાં.
- વડોદરા સોમા તળાવ ચોકડીથી આગળ પરિવાર ચાર રસ્તા વચ્ચે આવેલ ચામાન્ડા સ્ટીલ દુકાનમાં ચોરી કરી હતી.
- વાઘોડીયા રોડ પર આવેલ આશાપુરા સ્ટીલ વર્ક્સમાં ચોરી કરી હતી.
- ડભોઈ રોડ પર આવેલ આનંદ એસ્ટેટમાં એક ફર્મા રીપેરિંગની દુકાનમાં ચોરી કરી હતી.
- ડભોઈ રોડ સોમા તળાવ રોડ પર સ્વસ્તીક ફાઈબર નામની દુકાનમાં ચોરી કરી હતી.
- વડોદરા વૃંદાવન ચાર રસ્તાથી બાપોદ બાજુ જવાના રોડ પર આવેલ ન્યૂ ભવાની ઇલેક્ટ્રીક દુકાનમાં ચોરી કરી હતી.
- વડોદરા મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલ મહેતા સ્ટીલમાં ચોરી કરી હતી.
- વડોદરા મકરપુરા જી.આ.ડી.સી.માં આવેલ મારવાડીની ભંગારની ભવ્યા મેટલ દુકાનમાં ચોરી કરી હતી.
- વડોદરા મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલ ભંગારના ગોડાઉન મહાવીર સ્ટીલમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી પિતા – પુત્રની કબૂલાતને આધારે પી.સી.બી.એ બોલેરો તેમજ રહેણાંક મકાનમાંથી ચોરીની રૂ. 9,45,209 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી હતી. આગળની તપાસ માંજલપુર પોલીસ મથકને સુપરત કરવામાં આવી છે.
ચોર પિતા – પુત્રને ઝડપી પાડવામાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી – કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. પટેલ, પી.એસ.આઈ એમ.જી. કરડાણી, પી.એસ.આઈ. જે.બી.ત્રિવેદી તથા સ્ટાફના એ.એસ.આઈ. હરીભાઈ વિરમભાઈ, એ.એસ.આઈ. મયંકભાઈ સુરજીભાઈ, એ.એસ.આઈ. સંતોષ લક્ષ્મણરાવ, એ.એસ.આઈ. વિજયકુમાર ઝાબરમલ, હેડ કોન્સ્ટેબલ કાળુભા ખાટાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ અજમલસિંહ, પો.કો. કનુભાઈ શંકરભાઈ, પો.કો. જયેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહનો સમાવેશ થાય છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
Please Subscribe YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg