- આરોપીઓ અંગે જેની પાસે માહિતી હોય એ સ્વેજલ વ્યાસનો 9904841108 પર સંપર્ક કરે.
- ગુનેગારોને ઝડપી પાડવા પોલીસ તંત્ર દ્વારા ભારે દોડધામ કરવામાં આવી રહી છે.
વડોદરા. રાજ્યભરમાં ભારે ચકચાર મચાવનાર વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડ દુષ્કર્મ અને આપઘાત કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ તંત્ર દ્વારા 1000થી વધુ રીક્ષાચાલકોની પુછપરછ કરવામાં આવી છે. તેમજ લગભગ 15000થી વધુ મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી રહી છે. દુષ્કર્મ પિડીતાની ગૂમ થયેલી સાઈકલ પણ પોલીસે શોધી કાઢી છે તેમજ યુવતી સાથે ફોન પર છેલ્લે વાત કરનાર ઇમરાનને પણ શોધી કાઢ્યો છે. પોલીસ છેલ્લાં 23 દિવસથી ભારે દોડધામ કરી રહી છે.
પોલીસે આરોપીઓ અંગે જાણકારી આપવા સામાન્ય નાગરીકોને વિનંતી કરી છે. એવી જ રીતે શહેરની ટીમ રિવોલ્યૂશન દ્વારા પણ, વેક્સિન ગ્રાઉન્ડ દુષ્કર્મ કેસના આરોપીઓની માહિતી આપનાર માટે રૂ. 1 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
ટીમ રિવોલ્યૂશનના સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, પોલીસ વેક્સિન બળાત્કારની તાપસ કરી રહી છે તેમાં હજુ પણ આરોપી બે ફિકર ફરી રહ્યા છે. જેથી જેની પણ પાસે કોઈપણ જાણકારી હોય ગુપ્ત માહિતી હોય કે આરોપી વિશે શંકા હોય કોઈપણ માહિતી હોય તો અમને ગુપ્ત રીતે આપી શકો છો તમે અમારો સંપર્ક Whatsaap calling 9904841108 પર કરી શકો છો.
અત્રે ઉલ્લેખનિય છે કે, આજરોજ સ્વેજલ વ્યાસે વેક્સિન ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. અને અસામાજીક તત્વોનો અખાડો બની ગયેલા આ ગ્રાઉન્ડને ફરતે દીવાલ બંધાય તે દિશામાં પ્રયાસ હાથ ધર્યા હતાં.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
Please Subscribe my youtube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg