વડોદરા. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંજલપુર વિધાનસભા દ્વારા જન જાગરણ અભિયાન હેઠળ પદયાત્રા યોજવામાં આવી હતી. કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા તરસાલી શાકભાજી માર્કેટથી સુશેન સર્કલ સુધી રેલી સ્વરૂપે પદયાત્રા યોજી સરકાર સામે મોંઘવારી મુદ્દે સુત્રોચાર કરવામાં આવ્યા હતા. રેલી દરમિયાન કોંગ્રેસનાં કાર્યકરોએ જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખુબ જ મોંઘી કરી આમ આદમીને તોડી નાખવામાં આવે તેવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવી છે. સરકાર દ્વારા ગેસના બાટલામાં, પેટ્રોલ, ડીઝલનાં ભાવ વધારે ને વધારે મોંઘુ કરવા આવી રહ્યા છે. આ સરકાર બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખાનગીકરણ કરીને લોકોને હેરાન કરી રહી છે, જેના વિરોધમાં આહવા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પદયાત્રા સ્વરૂપે સુત્રોચાર અને નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. રેલીમાં માજી ડે. મેયર ચિરાગ ઝવેરી, પૂર્વ કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર લાલસિંગ ઠાકોર, SC પ્રમુખ મહેશ સોલંકી, મહિલા પ્રમુખ નિલાબેન શાહ, અલકા પંચાલ, પૂર્વેશ બોરોલે, ધમેશ બાંગો, અમિત પિન્ટો, ચંદ્રશેખર પાટીલ, વિજય મટ્રુ, લાલો ભરવાડ, નરેન્દ્ર જયસ્વાલ, આશિષ મંગરોલા, મનોજ આચાર્ય,  વગેરે હાજર રહ્યા હતા.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Please Subscribe my youtube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *