- કપુરાઈ બ્રિજ પહેલાં ડ્રાઈવરની લાશ સાથે ટ્રક લાવારીશ છોડી હત્યારા ફરાર.
- વાડી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
વડોદરા. ઉત્તરપ્રદેશથી વડોદરા સામાનની ડિલીવરી કરવા આવેલાં ટ્રક ડ્રાઈવરની કરપીણ હત્યા બે ક્લિનર દ્વારા કરવામાં આવી હતી. ધારદાર હથિયારના ઘા ઝિંકી ડ્રાઈવરની હત્યા કર્યા બાદ લાશ અને ટ્રક કપુરાઈ બ્રિજ પાસે લાવારીશ છોડીને બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. બનાવ અંગે વાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્તર પ્રદેશથી વડોદરાના તાંદલજા ખાતે સામાનની ડિલવરી કરવા માટે ટ્રક ડ્રાઈવર તૌફિક રયાણી, ક્લિનર ફૂરકાન ઇન્દ્રરાજ અને મોહંમદ નસીમ તા. 1 ડિસેમ્બરના રોજ નિકળ્યા હતાં. ગત તા. 4 ડિસેમ્બરના રોજ વડોદરાના તાંદલજા ખાતે પહોંચ્યા બાદ તૌફિક રયાણીએ ટ્રાન્સપોર્ટર ગુફરાનઅલી સાકીરઅલી પઠાણને કોલ કરીને જણાવ્યું હતું કે, સામાનની તાંદલજા ખાતે ડિલીવરી કરવા આવ્યો છું. કોઈ સામાન લઈ આવવાનો હોય તો જણાવજો.
તા. 5 ડિસેમ્બરે બપોરના સમયે ગુફરાનઅલીએ તૌફિકને ફોન કર્યો હતો. જોકે, તેનો મોબાઈલ સ્વિચ્ડ ઓફ આવતો હતો. બાદમાં બીજા દિવસે તૌફિકના ભાઈ મોહમદશરીફે ગુફરાનઅલીને ફોન કરીને જણાવ્યું હતું કે, ફુરકાન ઇન્દ્રરાજ અને મોહમંદ નસીમ સાથે વડોદરા સામાન ડિલીવરી કરવા ગયેલાં તેના ભાઈ તૌફિકનો ફોન લાગતો નથી. તો તપાસ કરી જણાવશો.
(દર વર્ષે નવી કુંવારી છોકરી સાથે લગ્ન કરતો રાજા – જાણો ખાંટુ નટુનો વિશેષ રિપોર્ટ)
ગુફરાનઅલીએ ટ્રકની શોધખોળ શરૂ કરતાં એમને જાણવા મળ્યું કે, ટ્રક હાલોલ ટોલનાકાથી બહાર નિકળી જ નથી. તેથી તેમણે લોકલ સંપર્કોમાં જાણ કરતાં કપુરાઈ બ્રિજ પહેલાં નેશનલ હાઈવે નં. 8 પર ઉભો હોવાની વિગતો જાણવા મળી હતી. જેને પગલે સ્થળ પર પહોંચીને ગુફરાનઅલીએ ટ્રકમાં તપાસ કરતાં ડિકમ્પોઝ થઈ ગયેલો તૌફિકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં વાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બનાવ અંગે ગુનો નોંધી ફૂરકાન ઇન્દ્રરાજ અને મોહંમદ નસીમની શોધખોળ હાથ ધરી હતી.
પ્રાથમિક તબક્કે પ્રાપ્ત થતી માહિતી અનુસાર, નાણાં બાબતે ઝગડો થવાને કારણે ફૂરકાન અને મોહમંદ નસીમે ધારદાર હથિયાર વડે તૌફિકની હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ કપૂરાઈ બ્રિજ પાસે ટ્રક લાવારીશ છોડીને બંને ફરાર થઈ ગયા હતાં.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg