- પોલીસથી બચવા નિતીન કોટવાણીએ ક્લિન શેવ કરાવી દીધી, માથે ફેંટો બાધી ફરતો.
- પીસીબીએ ચાલ અને વાત કરવાની ઢબ પરથી નિતીનને દબોચ્યો.
- નિતીનની સાથે તૃપ્તિ ભીખાભાઈ પંચાલની પણ ઝડપાઈ.
વડોદરા. આર્યુવેદિક સીરપની આડમાં આલ્કોહોલ મિશ્રિત દારૂ બનાવવાના કેસમાં ફરાર નિતીન કોટવાણી અને તૃપ્તિ પંચાલને પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નિતીન કોટવાણીએ પોલીસથી બચવા માટે ક્લિન શેવ કરાવી દીધી હતી. તેમજ માથે સફેદ ફેંટો બાંધીને ફરતો હતો.
કોરોના કાળ દરમિયાન ડુપ્લિકેટ સેનિટાઈઝર બનાવવાના ગુનામાં ઝડપાયેલો નિતીન કોટવાણી ચાર માસ જેલવાસ ભોગવીને જામીન પર છુટ્યો હતો. જામીન પર છૂટ્યા બાદ તેણે આર્યુવેદિક સીરપની આડમાં દારૂ બનાવવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી.
દરમિયાનમાં પી.સી.બી. પી.આઈ. જે. જે. પટેલને બાતમી મળી હતી કે, શેડ નં. એ – 74, દુર્ગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જૈન દેરાસર સામે, સાંકરદા ગામે, સયાજીપુરા એ.પી.એમ.સી. માર્કેટમાં તેમજ ગોરવા જી.આઈ.ડી.સી. પ્લોટ નં. 2ના બીજા માળે હર્બલ પ્રોડક્ટની આડમાં આલ્કોહોલ મિશ્રત પ્રોડક્ટ બનાવાય છે. પીસીબીએ સીરપની આડમાં દારૂ બનાવતી ફેક્ટરીઓ પર દરોડો પાડી 1 કરોડ 5 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
પોલીસે સુપરવાઈઝર આશા નિલેશ ચાવડાની અટકાયત કરી હતી. જ્યારે આરોપી નિતીન અજીત કોટવાણી અને તૃપ્તિ પંચાલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અગાઉ ડુપ્લિકેટ સેનિટાઈઝર કેસમાં ઝડપાયેલો હોઈ નિતીન કોટવાણીને ખબર હતી કે પોલીસ તેને ઓળખે છે. માટે તેણે પોલીસથી બચવા માટે ક્લિન શેવ કરાવી દીધી હતી અને માથે સફેદ ફેંટો બાંધીને ફરતો હતો. જોકે, પોલીસે હ્યુમન સોર્સ દ્વારા મળેલી માહિતીને આધારે વિવિધ આશ્રય સ્થાનો પર વોચ ગોઠવી હતી.
આજે નિતીન કોટવાણીને પીસીબીએ તેની ચાલવાની રીત અને વાતચીતની ઢબ પરથી ઓળખી કાઢ્યો હતો. અને નિતીન કોટવાણી (રહે. 404 શિવભક્તિ ફ્લેટ, ગોરવા તળાવ, વડોદરા) અને તૃપ્તિ પંચાલ (રહે. શિવમ્ ફ્લેટ, ભાઈલાલ અમીન મેરેજ હોલની સામે, સુભાનપુરા, ગોરવા, વડોદરા)ને ઝડપી પાડ્યા હતાં. બંનેનો કોરોના ટેસ્ટ કરાવાયો છે. રિપોર્ટ આવ્યા બાદ અટકની કાર્યવાહી કરાશે.
પોલીસે સીરપની આડમાં દારૂ બનાવવા માટેનુ રો-મટીરીયલ કોણ? કેવી રીતે અને કોના દ્વારા લવાતું હતું? ફેક્ટરી માટે જગ્યા અપાવવા સહિતની કામગીરીમાં કોણે કોણે મદદ કરી? વગેરે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg