વડોદરા. મંદી, મોંઘવારી, ભ્રષ્ટચાર ને જન જાગરણ યાત્રા ના માધ્યમ થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વડોદરામાં તારીખ 21 નવેમ્બર થી રોજ અલગ અલગ વિધાનસભામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તા – 24 નવેમ્બર, બુધવારના રોજ અકોટા વિધાનસભામાં જન જાગરણ અભિયાનની શરૂઆત કરી હતી.

જેમાં ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા વિસ્તાર પાસે કૉંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ પત્રિકા વિતરણ કરી ભગતસિંહ ચોક સુધી પદયાત્રા કરી લોકોને જન જાગરણ અભિયાન વિશે માહિતગાર કર્યા હતા. જેમાં વિરોધપક્ષ નેતા અમીબેન રાવત, પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, માયનોરિટી પ્રમુખ વસીમ શેખ, કોર્પોરેટર બાલુભાઈ સુર્વે,  ઉપપ્રમુખ અશોક ગુપ્તા, મહામંત્રી રાજેશ બાદશાહ, મહામંત્રી વિક્રમ, કિરણ રાજ, સચિન પરમાર, મહિલા પ્રમુખ નિલાબેન શાહ, ડૉ. સુજાતાબેન મોદી, અનિશા સૈયદ, મયુરિકા પટેલ, નીલા સલગાવકર, રંજન બ્રહ્મભટ્ટ, જોડે કોંગ્રેસના વોર્ડ નં 10 ના દીપ પરમાર, વોર્ડ નં 11 ના સુરેશ સાટીયા, વોર્ડ નં 12 ના પ્રમુખ ચિરાગ શાહ, વોર્ડ નં 13 ના પ્રમુખ રાજુ મકવાણા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પદયાત્રા માધ્યમથી મોંઘવારી વિરુદ્ધ ની પત્રિકા વિતરણ કરી જનતાને મોંઘવારી વિરોધી આંદોલનના મંડાણ કરવા આહવાન કર્યું હતું. અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષને ટેકો આપી મોંઘવારી સામે ની લડત માં ભાગીદાર બનવા માટે જણાવ્યું હતું. સમગ્ર અભિયાનને જનતા સુધી લઈ જવાનો કૉંગ્રેસનો ધ્યેય છે.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Please Subscribe my youtube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *