Vadodara. જન જાગરણ અભિયાન અંતર્ગત આજરોજ વડોદરા કોંગ્રેસ દ્વારા શહેર વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, મહિલા પ્રમુખ નિલાબહેન શાહ, માજી કોર્પોરેટર અનિલ પરમાર, પ્રદેશ મંત્રી ગુણવંતરાય પરમાર, એનેએસયુઆઇ પ્રમુખ વ્રજ પટેલ, અજય સાટીયા, કિરણ કાપડિયા, મહેન્દ્ર પરમાર,હેમાબહેન બામનેલકાર, ઝુનેદખાન પઠાણ, અજય સીસોદીયા, મેહુલ પંડ્યા, વોર્ડ નં ૪ ના પ્રમુખ અનિલ વાઘેલા, વોર્ડ નં ૫ ના દિપક પરમાર, વોર્ડ નં ૬ ના પ્રમુખ હેમંત આમરે, વોર્ડ નં ૭ સંતોષ ગોસ્વામી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પદયાત્રા માધ્યમથી મોંઘવારી વિરુદ્ધ ની પત્રિકા વિતરણ કરી જનતાને મોંઘવારી વિરોધી આંદોલનના મંડાણ કરવા આહવાન કર્યું હતું. અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષને ટેકો આપી મોંઘવારી સામે ની લડત માં ભાગીદાર બનવા માટે જણાવ્યું હતું.
પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં દારૂબંધી સ્વચ્છતા જ્યારે જેટલો તેટલો દારૂ તેમજ ડ્રગ્સ પણ વ્યાપક પ્રમાણમાં મળી રહે છે. ત્યારે ગુજરાતની કાયદા વ્યવસ્થા કથળી ગઈ છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.