- ગોવા ફરવા ગયેલા હરીયાણાના પરિવારના વિખૂટા પડેલા પુત્રને SHE ટીમે વાલીને સોંપ્યો
- લક્ષ્મીપુરા પોલીસ મથકની શી-ટીમને લોટસ પ્લાઝા પાસે લઘર વઘર હાલતમાં યુવક મળ્યો હતો.
- હરીયાણાના સોનીપતનો પરિવાર ગોવા ફરવા ગયો હતો.
- સોમવારે રાત્રે લક્ષ્મીપુરા પોલીસ મથક ખાતે પુત્રને પરિવારને સુપરત કરવામાં આવ્યો.
Vadodara. ગોવા ફરવા ગયેલાં હરીયાણાના સોનીપત ખાતે રહેતા પરિવારનો પુત્ર વિખૂટો પડી ગયો હતો. ગોવાથી વડોદરા આવી પહોંચેલાં 22 વર્ષિય યુવાન પુત્રને લક્ષ્મીપુરા પોલીસ મથકની SHE ટીમે પરિવારને સુપરત કર્યો હતો.
તા. 22 નવેમ્બરના રોજ લક્ષ્મીપુરા પોલીસના સ્ટાફને લક્ષ્મીપુરા લોટસ પ્લાસા પાસે હેન્ગાઉટ શૉપની બહાર એક યુવક લઘર વઘર હાલતમાં મળી આવ્યો હતો. પુછપરછ કરતાં યુવકે પોતાનું નામ હર્ષ સંદીપભાઈ પંચોરી હોવાનું તેમજ પોતે હરીયાણાના સોનીપતનો રહેવાસી હોવાની વિગતો જણાવી હતી. ઉપરાંત, પરિવાર સાથે ગોવા ફરવા ગયો હતો અને ત્યાથી પરત સોનીપત જતી વેળા ટ્રેનના જનરલ ડબ્બામાં બેસી જતાં ભુલો પડીને વડોદરા પહોંચ્યો હોવાની વિગતો જણાવી હતી.
જોકે, યુવક પાસે પોતાની ઓળખના કોઈ પુરાવા ના હોવાને કારણે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ વિરસંગભાઈએ પુછપરછ કરતાં હર્ષે પોતાની માતા જ્યોતી શર્માનો મોબાઈલ નંબર આપ્યો હતો. જેને પગલે પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈએ પોતાના મોબાઈલથી એ જ્યોતી શર્માને વિડીયો કૉલ કર્યો હતો. વિડીયો કૉલ પર જ્યોતિ શર્માએ પોતાના પુત્રને ઓળખ્યો હતો.
સોનીપત સેશન્સ કૉર્ટમાં નોકરી કરતી જ્યોતિ શર્માએ જણાવ્યું હતુ કે, હર્ષની રિટર્ન ટિકિટ 17 નવેમ્બરની કરાવી હતી. કેબ કારમાં રેલ્વે સ્ટેશન ગયા હતાં. ત્યાં સુધી તેને પુત્ર વિશે ખબર હતી. જોકે, ત્યારબાદ તેઓનો હર્ષ સાથે કોઈ સંપર્ક થયો નહોતો. અને તેના વિશે કોઈ જાણકારી નહીં મળતાં પરિવાર ચિંતાતુર થઈ ગયો હતો.
વિડીયો કૉલ બાદ પિતા અને નાનો ભાઈ હર્ષને લેવા માટે વડોદરા આવવા નિકળી ગયા હતાં. જ્યારે લક્ષ્મીપુરા પોલીસ મથકની શી-ટીમે હર્ષના રહેવા – જમવાની વ્યવસ્થા કરી હતી. રાત્રે 9 વાગ્યાના અરસામાં આવી પહોંચેલા પિતા અને નાના ભાઈ સાથે હર્ષનો ભેટો કરાવ્યો હતો. પરિવારનો ફોટો અને આઈ.ડી. પ્રૂફની ખરાઈ કરીને હર્ષને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.
હરીયાણાના સોનીપતના હર્ષને પરિવાર સાથે મુલાકાત કરાવવાના બનાવમાં લક્ષ્મીપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એચ. ચૌધરી, ASI નટુભાઈ વિલીયમભાઈ, WHC મીનાક્ષીબહેન નરેન્દ્રપ્રસાદ, હેડ કોન્સ્ટેબલ દિનુભાઈ માલાભાઈ, હે.કો. જયદીપભાઈ હરીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ અંબારામભાઈ, પો.કો. શાંતિભાઈ રામેશ્વરભાઈ, પો.કો. શૈલેષભાઈ ભુપતભાઈ, WLRD નિલમબહેન ભરતભાઈ, WLRD હીનાબહેન કાન્તાભાઈ એ સારી કામગીરી બજવી હતી.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.