- તા.19 નવેમ્બરે વાસણા રોડ પર આવેલા બંગલાના કમ્પાઉન્ડમાંથી મોપેડ ચોરાયું હતું.
વડોદરા. વાસણા રોડ પર આવેલા સ્નોપર્લ બંગલોના એક બંગલાના કમ્પાઉન્ડમાંથી મોપેડની ચોરી કરનાર ત્રણ શખ્સોને સીસીટીવી ફૂટેજ અને બાતમીદારની મદદથી જે. પી. રોડ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં.
વાસણા રોડ પર સ્થિત સ્નોપર્લ બંગલોમાં રહેતા ઘનશ્યામભાઈ ગોપીચંદ નાગદેવે ગત તા. 19 નવેમ્બરના રોજ રાત્રે નવ વાગ્યાના અરસામાં પોતાના બંગલાના કમ્પાઉન્ડમાં હોન્ડા ગ્રાજીયા મોપેડ લોક કરીને પાર્ક કર્યું હતું. મોડી રાત્રે તપાસ કરતાં મોપેડ ના હોવાની જાણ થઈ હતી. જેને પગલે તેમણે જે. પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે. પી. રોડ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં દરમિયાનમાં બાતમીદાર તરફથી ચોક્કસ બાતમી મળી હતી કે, ગુનોકરનાર આરોપીઓ ચોરીના મોપેડ સાથે સનફાર્મા રોડ પરથી પસાર થનાર છે. જેને આધારે વૉચ ગોઠવી પોલીસે મોપેડ ચોરનાર ત્રણ આરોપીઓ અફરોઝ ઉર્ફે બાબર ફીરોઝ બંજારા (રહે. અલીફનગર – 2, ચિસ્તીયામસ્જીદ પાસે તાંદલજા), સાહિલ બાબુભાઈ બંજારા (રહે. શોહિલ પાર્ક આયશા મસ્જીદ પાસે, તાંદલજા, વડોદરા) અને જાવેદ શેરૂભાઈ શેખ (રહે. તસ્લીમ પાર્ક, કોઢિયાપુરા પાસે, તાંદલજા ગામ, વડોદરા)ને ઝડપી પાડ્યા હતાં.
જે. પી. રોડ પોલીસ આરોપીઓ પાસેથી 40 હજારની કિંમતનું મોપેડ તેમજ 5000ની કિંમતનો મોબાઈલ કબજે કર્યો હતો. અને ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોપેડ ચોરીના ગુનાના આરોપીઓને ઝડપી પાડવામાં જે. પી. રોડ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી. જી. ચેતરીયા, પી.એસ.આઈ. કે.વી ડિંડોર – સર્વેલન્સ સ્કોર્ડ ઇન્ચાર્જ, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ, એ.લો.ર. હિતેન્દ્રસિંહ, અ.લો.ર. કપીલદેવ, અ.લો.ર., લાલજીભાઈ, અ.લો.ર. પ્રકાશભાઈ તથા જે પી. પોલીસની ટીમે સારી કામગીરી બજાવી હતી.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.
Please Subscribe my youtube channel by clicking this link
– https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg