- વિઠ્ઠલનાથજીના વરઘોડામાં માસ્ક નહીં પહેરનાર મેયર સામે સિટી પોલીસ મથકમાં અરજી કરાઈ.
Vadodara. આજરોજ ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં ઉપસ્થિત રહેલાં મેયર કેયૂરભાઈ રોકડીયાએ માસ્ક પહેર્યું નહીં હોવાથી એક પત્રકાર કમ એક્ટિવિસ્ટે સિટી પોલીસ મથકમાં અરજી આપી હતી. જ્યારે આવતીકાલે મુખ્યમંત્રી વડોદરામાં મિલન સમારોહ કરવાના છે ત્યારે ટીમ રિવોલ્યૂશનના સ્વેજલ વ્યાસે ચીમકી ઉચ્ચારી છે કે, મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મંચ પર માસ્ક પહેર્યા વગરના લોકો સામે પોલીસ કાર્યવાહી નહીં કરે તો, પોલીસની સામે ફરિયાદ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મેસેજ સ્વેજલ વ્યાસે પોલીસ કમિશનરને પણ વોટ્સએપ પર મોકલ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા સૂત્ર ‘દો ગજ કી દૂરી હૈ જરૂરી’ જાણે માત્ર નાગરીકો માટે જ હોય… અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર કે માસ્ક નહીં પહેરનાર પ્રજાજનને જ દંડવા જોઈએ એવી પોલીસ તંત્રની માનસિકતા હોય.. એવા અસંખ્ય બનાવો જોવા મળ્યાં છે. પરંતુ, રાજકારણીઓથી પોલીસ તો ઠીક કોરોના પણ જાણે ડરતો હોય એવું જોવા મળે છે. પરંતુ, વડોદરામાં હવે જાણે કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનાર ગમે તે મહાનુભાવ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે યુવાનો આગળ આવી રહ્યાં છે.
(ગુજરાતી નાટક અરે વાહ વગડાંના વા જુઓ નીચેના વિડીયોમાં)
ગુજરાતના નવા મુખ્યમંત્રી આવતીકાલે તા. 16 નવેમ્બરના રોજ પહેલીવાર વડોદરાની મુલાકાતે આવનાર છે. મુખ્યમંત્રીના મિલન સમારોહમાં એક લાખ ચાલીસ હજાર જેટલાં ભાજપી કાર્યકરો – અગ્રણીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે. કોરોના કાળમાં એક તરફ જ્યાં સામાન્ય નાગરીકો માટે વિવિધ પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે. તેવા સંજોગોમાં શહેર ભાજપ જંગી જનમેદની એકઠી કરવાની હોઈ, વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે.
ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે ચીમકી ઉચ્ચારી છે કે, વડોદરા પોલીસ જો કાલે CMના પ્રોગ્રામમાં કે સ્ટેજ પર માસ્ક વગર ના લોકો પર કાયદેસરની કાર્યવાહી નહિ કરે. તો અમે પોલીસ ખિલાફ કોર્ટમાં ફરિયાદ કરીશું. અમારી અગાઉ ભાજપના નેતાઓ પર પ્રુફ સાથે કરવામાં આવેલી ફરિયાદનું કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને શહેરના નાગરિકોને જ પોલીસ ટાર્ગેટ બનાવી દંડ વસુલે છે જે યોગ્ય નથી. કાયદો નેતાઓ અને નાગરિકો માટે એકજ હોવો જોઈએ.
સ્વેજલની ચીમકી બાદ પોલીસ તંત્ર શું ફરજ બજાવશે? એ તો આવતીકાલે ખબર પડશે. જોકે, હાલના તબક્કે એમ કહી શકાય કે, મિલન સમારોહમાં ઉપસ્થિત રહેનારાઓ માસ્ક પહેરીને બેસશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરશે. જેથી પોલીસને શરમમાં મુકાવું ના પડે.
જ્યારે બીજી તરફ, આજે પ્રબોધિની એકાદશી નિમિત્તે સવારે 9 વાગ્યે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળ્યો હતો. ભગવાનની પાલખીને ટેમ્પામાં ચડાવી માંડવી સ્થિત નીજ મંદીરથી લીલુવાડી સ્થિત શ્રી ગહીનાબાઈ મહાદેવ મંદીરે લઈ જવાયા હતાં.
પ્રજા પાસે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા ઉત્સાહી પોલીસ તંત્ર દ્વારા વરઘોડામાં માત્ર 15 લોકોને જ જવાની પરવાનગી આપી હતી. જે અંગે વિવાદ થતાં 400 લોકોને પરવાનગી આપીને શ્રદ્ધાળુઓ પર ઉપકાર કરવામાં આવ્યો હતો.
વિઠ્ઠલનાથજીના વરઘોડામાં ઉપસ્થિત રહેલા મેયર કેયુર રોકડીયાએ માસ્ક પહેરવાની દરકાર લીધી નહોતી. તેથી પત્રકાર કમ એક્ટિવીસ્ટ સુહેલ વાળાએ સિટી પોલીસ મથકમાં મેયર સામે કાયદેસરના પગલાં ભરવા અંગે અરજી કરી હતી.
#funrang #Vadodara
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.