- ખાનગી જિમ્નેશિયમમાં નોકરી કરતો સુજલ ભટ્ટ નિઝામપુરા સ્થિત સાસરીમાંથી બાળકોને લેવા ગયો હતો.
Vadodara. શહેરના નિઝામપુરા વિસ્તારમાં પાર્ક કરાયેલી કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો 2.22 લાખની મત્તા ચોરી ગયા હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, લગ્નસરાની સિઝન આવતાં જ શહેરમાં કારનો કાચ તોડી ચોરી કરતાં તસ્કરો એક્ટિવ થઈ જતાં હોય છે.
સમતા વિસ્તારમાં રહેતો અને ખાનગી જિમ્નેશિયમની શાખામાં નોકરી કરતો સુજલ ભટ્ટ ગઈકાલે બાળકોને લેવા નિઝામપુરા સ્થિત સાસરીમાં ગયો હતો. મહેસાણા નગર ખાતે તાસ્કંદ સોસાયટીમાં આવેલી સાસરીમાં જવા માટે તેણે સોસાયટીની બહાર રોડ પર કાર પાર્ક કરી હતી. બાળકોને લઈને પરત આવ્યો ત્યારે તેનું ધ્યાન ગયું કે કારના પાછળના દરવાજાનો કાચ તૂટેલો છે.
અજાણ્યા તસ્કરો કાચ તોડીને કારમાંથી લેપટોપ, બે મોબાઈલ ફોન અને રોકડા 1.70 લાખ મળી કુલ રૂ. 2.22 લાખની મત્તા ચોરી ગયા હતાં. બનાવ અંગેની ફરિયાદને આધારે ફતેગંજ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.