• 5 વર્ષિય દીકરી સહિતના બે સંતાનોની સામે જ આરોપીએ બળાત્કાર ગુજાર્યો.
  • માતાની સામે દીકરી સાથે અડપલાં કર્યા.

Vadodara. અછોડા તોડવાના ગુનામાં સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલાં આરોપીની પત્નીને આર્થિક સહાય કરવાના નામે બોલાવી એક શખ્સે કારમાં બે સંતાનો સામે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ છાણી પોલીસ મથકે નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અછોડા તોડવાના ગુનામાં સજા ભોગવતાં આરોપીના જેલમાં બનેલાં મિત્રના પુત્રએ જ આ કૃત્ય આચર્યું હતું. માતા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેણે 5 વર્ષિય દીકરીની સાથે પણ અડપલાં કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

 

હરણી વારસીયા રિંગ રોડ પર રહેતો ઉમેશ 25 જેટલાં અછોડાતોડવાના ગુનામાં સંડોવાયેલો છે. છેલ્લાં દોઢ વર્ષથી તે અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો છે. જેલમાં ઉમેશની મિત્રતા કાલોક તાલુકાના રાપરડા ગામના રણછોડ પટેલ સાથે થઈ હતી. ત્યારબાદ રણછોડ પટેલના પુત્ર લાલા પટેલનાં પરિચયમાં પણ તે આવ્યો હતો.

ગત તા. 11 નવેમ્બરના રોજ લાલા પટેલે ઉમેશની પત્નીને ફોન કરી આર્થિક સહાય કરવાનું જણાવી દશરથ ગામ પાસેના પેટ્રોલ પંપ પર બોલાવી હતી. ઉમેશની પત્ની 5 વર્ષની દીકરી સહિતના બે બાળકોને લઈને દશરથ ગામ પાસેના પેટ્રોલ પંપ પર પહોંચી ત્યારે લાલો પટેલ કાર લઈને ઉભો હતો. એટીએમમાંથી પૈસા ઉપાડવાના હોવાનું જણાવી તે માતા અને બે સંતાનોને કારમાં બેસાડી રવાના થયો હતો. છાણી બ્રિજથી છાણી ગામ તરફ જવાના કાચા રસ્તા પર કાર લઈ જઈ, તેણે બે સંતાનોની સામે જ માતા પર બળાત્કાર ગુજાર્યો હતો.

ત્યારબાદ કારમાં માતા અને સંતાનો સાથે શહેરી વિસ્તારમાં લાલો આવ્યો હતો. દરમિયાનમાં તેણે 5 વર્ષિય દીકરી સાથે પણ અડપલાં કર્યા હતાં. જેને પગલે ઉમેશની પત્ની ગુસ્સે થઈ હતી. તેથી લાલાએ માતા અને સંતાનોને રસ્તામાં ઉતારી દીધા હતાં. અને આર્થિક સહાય કર્યા વગર રવાના થઈ ગયો હતો.

ઉમેશની પત્નીએ છાણી પોલીસ મથકમાં લાલા રણછોડ પટેલ (રહે. રાપરડા, તા. કલોલ, જિ. ગાંધીનગર) સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

(ગુજરાતી નાટક અરે વાહ વગડાંના વા જોવા નીચેનો વિડીયો ક્લિક કરો)

#funrang #Vadodara

ટચૂંકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *