- તહેવાર હોય કે કુદરતી અથવા માનવ સર્જીત આફત ફાયર બ્રિગેડના જવાનો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે – ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ
Funrang. શહેરીજનો દિવાળી પર્વની સુરક્ષિત રીતે ઉજવણી કરે એવા સંદેશા વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા અનોખી શુભકામના વિડીયોના માધ્યમથી આપવામાં આવી છે.
દિવાળી પર્વમાં ફટાકડાં ફોડવાને કારણે આગના બનાવોમાં વધારો જોવા મળતો હોય છે. જોકે, આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના જવાનો સજ્જ હોય છે. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા એક વિડીયો બનાવીને શહેરીજનોને સુરક્ષિત દિવાળઈ ઉજવવાનો સંદેશો આપવાં સાથે, ફાયર બ્રિગેડ સજ્જ હોવાની માહિતી પૂરી પાડવામાં આવી છે અને દિવાળીની શુભકામના પાઠવવામાં આવી છે.
વિડીયોમાં કહેવાયું છે કે, ફાયર સર્વિસ, અમારું કામ જ એવું છે કે, ક્યાં? ક્યારે? કેવી રીતે? શું થઈ જશે. એનું કંઈ નક્કી નથી અને વાત કરીએ દિવાળીના તહેવારોની તો આ સમયે આગ લાગવાની ઘટનામાં ઘણો વધારો થઈ જાય છે. દિવાળઈ પરિવાર અને મિત્રો સાથે ઉજવવી, ફટાકડા ફોડવા, દીવા કરવા… બધું કરવાનું મન થાય છે. પણ, દિવાળીના સમયમાં આપણાં શહેરને આગથી બચાવવું એ પણ મારી ફરજ અને અમારું કામ છે. દિવાળીના સમયમાં અમે મજા અને મોજ – મસ્તી કરવા જતાં રહ્યાં તો? શું ખબર શહેરમાં કોઈની દિવાળી બગડશે અને અમે એવું ક્યારેય નહીં થવા દઈએ.
વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટનું કહેવું છે કે, શહેરીજનો દિવાળી પર્વ સુરક્ષિત રીતે ઉજવે તે નિર્ધારિત કરવાનું ફાયર બ્રિગેડનું મુખ્ય લક્ષ્ય હોય છે. તહેવારો હોય કે, કુદરતી અથવા માનવ સર્જીત આફત ફાયર બ્રિગેડના જવાનો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. લોકોની સુરક્ષા પૂરી પાડે છે. આ સાથે શહેરીજનોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.
#funrang #Vadodara