• ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક – ઇન્સ્ટ્રુમેન્ટલ (સિતાર – વાયોલિન) દ્વારા કાર્યક્રમનું આયોજન.
  • સિતાર પર રાગ પરમેશ્વરી અને સિતાર – વાયોલિન પર રાગ લલિતમાં જુલગબંધી પ્રસ્તુત કરાઈ.

FunRang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

Mehulkumar Vyas | વડોદરાની મ.સ. યુનિ.ની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આજરોજ ભારતરત્ન પંડિત રવિશંકરજીની 12મી પુણ્યતિથિ નિમિત્તે સ્વરાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

પરફોર્મિંગ આર્ટ્સના કલાગુરુ અને કાર્યક્રમના કન્વિનર ડૉ. વિશ્વાસ સંતના જણાવ્યા પ્રમાણે, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક – ઇન્સ્ટ્રુમેન્ટલ (સિતાર – વાયોલિન) દ્વારા ૧૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ભારતરત્ન પંડિત રવિશંકરજીની 12મી પુણ્યતિથિ નિમિત્તે ખાસ “સ્વરાંજલિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પંડિત રવિશંકરના જીવન અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે અને ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રસાર અને વિકાસ માટે આયોજિત સ્વરાંજલિ કાર્યક્રમ ગાયન – વાદન સભાખંડમાં સવારે 10 કલાકે શરૂ થયો હતો. કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત વિભાગના અધિકારી કેતુલ મહેરિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતિ રહ્યા હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને સંગીત પ્રેમીઓએ પંડિતજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

સિતારવાદક શ્રીસ્વર સંતે રાગ પરમેશ્વરીમાં અત્યંત સુંદર પ્રસ્તુતિ કરી હતી. તેમજ વાયોલિનવાદક નિદિશ ભુજુન અને સિતારવાદક અંશુ વાલિયાએ રાગ લલિતમાં જુગલબંધી રજૂ કરી હતી. જેમાં મિલન ડોડિયાએ તબલા પર સાથ સંગત કરી હતી. આ કલાત્મક પ્રસ્તુતિઓએ શ્રોતાઓને ભારતીય શાસ્ત્રીય સંગીતની ઊંડાણપૂર્વકની અનુભૂતિ કરાવી.

કાર્યક્રમના માસ્ટર ઓફ સેરેમની કૃષ્ણકાંત સહરાવત હતાં જ્યારે ફેનિલ સોની અને શ્રીમતી ઇતિ ભટ્ટ કો-કોર્ડિનેટર્સ હતાં.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *