• લોકરક્ષકો ખરા અર્થમાં લોકોના રક્ષક બનશે અને રાષ્ટ્ર સુરક્ષાની જવાબદારી સાથે માનવસેવાના સંકલ્પને ચરીતાર્થ કરવા ઉત્કૃષ્ટ ફરજો બજાવશે – ડૉ.શમશેરસિંઘ.
  • પોલીસ તાલીમ શાળા વડોદરા દ્વારા વર્ષ 1955 થી આજ સુધી 66938 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે.

Vadodara. પોલીસ તાલીમ શાળા, વડોદરા દ્વારા હથિયારી લોકરક્ષકોની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં કુલ 72 લોકરક્ષકોએ ભાગ લીધો હતો. આ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉ.શમશેરસિંઘની ઉપસ્થિતમાં પોલીસ તાલીમ શાળા, વડોદરા ખાતે યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ તાલીમ શાળા વડોદરા દ્વારા વર્ષ 1955 થી આજ સુધી 66938 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે.

(વડોદરા પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંહ)

તાલીમ શાળાના આચાર્ય એમ.એસ. ભાભોરે તાલીમાર્થીઓને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ત્યારબાદ એક પછી એક પ્લાટુને માર્ચ પાસ્ટ કરી હતી અને દરેક પ્લાટુન કમાન્ડરની મુખ્ય મહેમાન વડોદરા પોલીસ કમિશનર ડૉ.શમશેરસિંઘે પરેડની સલામી ઝીલી હતી ત્યારબાદ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. દીક્ષાંત પરેડ સમારોહમાં શહેર પોલીસ કમિશનરે આઉટડૉર પ્રથમ – તાલીમાર્થી કુલદીપકુમાર મસોતભાઇ ચૌધરી ભરૂચ, ઇન્ડોર પ્રથમ- તાલીમાર્થી સુ.શ્રી વૈશાલીબહેન રમેશભાઇ પ્રજાપતિ, અમદાવાદ શહેર ઓલરાઉન્ડર – તાલીમાર્થી, સુ. જ્યોતિબહેન રામસિંગભાઇ ચૌહાણ, વડૉદરા શહેર પરેડ કમાન્ડર, તાલીમાર્થી કુલદીપકુમાર મસોતભાઇ ચૌધરી ભરૂચને ટ્રોફી અર્પણ કરી હતી.

સૌ લોકરક્ષકો ખરા અર્થમાં લોકોના રક્ષક બનશે અને રાષ્ટ્રની સુરક્ષાની જવાબદારી, ઇમાનદારી, પ્રતિબધ્ધતા અને માનવસેવાના સંકલ્પને ચરીતાર્થ કરવા માટે ઉત્કૃષ્ટ ફરજો બજાવશે તેવી ડૉ.શમશેરસિંઘે અભિલાષા વ્યક્ત કરી હતી. તાલીમાર્થીઓ તથા દીક્ષાંત પરેડ સમારોહમાં હાજર રહેલ તેમના વાલીઓને ડૉ..શમશેરસિંઘે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ 73 તાલીમાર્થીઓ પૈકી ત્રણ ઇજનેર, 25 અનુસ્નાતક, 44 સ્નાતકની લાયકાત ધરાવે છે. તાલીમાર્થીઓ મુખ્યત્વે અમદાવાદ અને રાજકોટ શહેરના છે. તે પછી અમરેલી, આણંદ, ખેડા, છોટાઉદેપુર, રાજકોટ ગ્રામ્ય, વડૉદરા શહેર, સુરત શહેર અને સુરેન્દ્રનગરના છે.

હથિયારી લોકરક્ષકોને આઉટડૉર તાલીમમાં પી.ટી., બોક્ષીંગ, યોગા ,અનાર્મ કોમ્બેટ, સ્કોડ ડ્રીલ,પ્લાટુન ડ્રીલ, લાઠી ડ્રીલ, રાયફલ ડ્રીલ, મોબ ડ્રીલ, આધુનિક હથિયારોનું પ્રશિક્ષણ, ફાયર કંટ્રોલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પેટ્રોલીંગ, નાકાબંધી, વાહન ચેકીંગ, કેદી જાપ્તા, એસ્કોર્ટ ડ્યુટી વગેરેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.

જ્યારે ઇન્ડોર તાલીમમાં આઇ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ, પોલીસ મેન્યુઅલ, ફોરેન્સિક સાયન્સ, ક્રિમિનોલોજી, માનવઅધિકારો, બંધારણની જોગવાઇઓ, પોલીસના કાર્યો અને ફરજો, કાયદો અને વ્યવસ્થા, અટકાયતી પગલા, સ્ટેટ માયનોર એક્ટ અને સેન્ટ્રલ માયનોર એક્ટ અંગે પ્રશિક્ષણ આપવામાં આવ્યુ છે.

આ ઉપરાંત હ્યુમન બિહેવિયર, પોલીસ વેલ્ફેર, ડૉમેસ્ટિક પ્લાનિંગ, ખાતાકીય કાર્યવાહી અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આઉટડૉર / ઇન્ડોર તાલીમ દ્વારા તાલીમાર્થીઓને સમાજ જીવનના પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવવામાં આવ્યા છે. આ સમારોહમાં તાલીમાર્થીઓ ના માતા પિતા સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

ટચૂંકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડૉદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિરની સામે સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *