• વૃદ્ધના મૃતદેહ પર કિડીઓ ચઢી ગઈ પણ, કોઈ રાહદારીની નજર એના પર ના પડી!!?
  • ટીમ રિવોલ્યૂશનના સ્વેજલ વ્યાસે પોલીસને જાણ કરતાં વૃદ્ધની અંતિમક્રિયા કરવા તજવીજ હાથ ધરાઈ

FunRang. સંસ્કાર નગરી વડોદરા જાણે માનવતાની હૂંફ ગુમાવી ચૂકી હોય અથવા તો આ શહેરમાં ગરીબોને જાણે મરવાનો હક્ક નથી. એવો પ્રશ્ન મનમાં થાય એવી ઘટના સયાજી હોસ્પિટલની જેલ રોડ તરફના ભાગે જોવા મળી છે. 24 કલાક વાહન વ્યવહારથી ધમધમતાં માર્ગના ફૂટપાથ પર એક મૃતદેહ પડ્યો હોય અને બે બે દિવસથી કોઈની એના પર નજર ના પડે? નજર પડી હોય છતાં જાણે કોઈના હૃદયમાં માનવતાં મહેંકી ના હોય… એમ પડી રહેલાં અજાણ્યા વૃદ્ધના મૃતદેહ પર લાલ કીડીઓ ચઢી ગઈ હતી.

માનવતા પર બોલ્ડ પ્રશ્નાર્થ લગાડતી આ ઘટના એવી છે કે, જેલ રોડ પર સયાજી હોસ્પિટલની બહાર આવેલા ફટપાથ પર એક વૃદ્ધનો મૃતદેહ બે દિવસથી પડ્યો હતો. ત્યાંથી અવર જવર કરતાં ટીમ રિવોલ્યૂશનના સ્વેજલ વ્યાસની નજર એના પર પડી હતી. સ્વેજલ વ્યાસ અને શ્રમ સેવા કરતાં નિરવ ઠક્કરે મૃતદેહ અંગે કંટ્રોલમાં ફોન કર્યો હતો. જેને પગલે દોડી આવેલા પોલીસ કર્મીઓએ કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને ત્યાંથી ખસેડ્યો હતો.

#Funrangnews #SSG #Vadodara #swejalvyas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *