સમાજ – સંસ્થા. એડવૉકેટ બરોડા ગૃપ દ્રારા આજે સાઇબર ક્રાઇમ સામે પરીવાર અને પોતાની સુરક્ષા કેવી રીતે કરી શકો? તે વિષય પર લાઈવ વેબિનાર યોજાયો હતો. જેમાં એડવૉકેટ મૈત્રી જે. પોપટે માર્ગદર્શન પુરુ પાડયુ હતુ . વેબિનારમાં વડોદરા શહેર – જીલ્લા ઉપરાંત ગુજરાતભરમાંથી અલગ અલગ જીલ્લા તાલુકાના વકિલો જોડાયા હતા. પ્રથમ વખત આ ગૃપ દ્રારા વેબિનારનો પ્રયોગ કરાયો હતો. વેબિનારનું આયોજન ગૃપના પ્રમુખ એડવૉકેટ હર્ષદ પરમાર દ્રારા કરાયુ હતું.

વેબિનારમાં એડવૉકેટ મૈત્રી પોપટ દ્વારા નીચે જણાવેલ પ્રશ્નો અંગે માહિતી આપવામાં આવી હતી.

  1. સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે?
  2. Email spoofing થી કઈ રીતે બચવું?
  3. મેઇલ ક્યાંથી આવ્યો છે કઈ રીતે જાણવું?
  4. સાઇબર ક્રાઇમ કરવામાં આવે ત્યારે શું ટાર્ગેટ હોય છે?
  5. ઓનલાઇન શોપિંગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું?
  6. કેવા ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરવા? ફોટો અપલોડ કરતી વખતે શું ધ્યાન રાખવું?
  7. કાર સાથેના ફોટોઝ અપલોડ કરવા કે નહીં ? કઈ રીતે કરવા?
  8. કોઈ લીંક પર ક્લિક કરવું કે નહીં? – લીંક પરથી કોઈ તમારું લોકેશન જાણી શકે છે.
  9. એક હાઇ મેગાપિક્સલ વાળી સેલ્ફી તમને ખતરામાં મુકી શકે છે
  10. WhatsApp હેકિંગ મોબાઈલમાં પણ થઈ શકે છે WhatsApp વેબ એપ્લિકેશન દ્વારા. OLX ફ્રોડ.
  11. અલગ-અલગ ઓફર્સમાં ન ફસાવું જોઈએ.
  12. કોઈ ફોટોમાં exif તરીકે રહેલ માહિતીથી અલગ અલગ માહિતી મેળવી શકાય છે. ફોટો અપલોડ કરતી વખતે એ રીમુવ કરવુ જોઈએ.
  13. સોશિયલ મીડીયામાં સેફ્ટી કઈ રીતે રાખી શકાય?
  14. કાર્ડને લગતા ફ્રોડ. એનાથી કઈ રીતે સેઇફ રહેવું.
  15. તમારું ઈમેઈલ કોમ્પ્રોમાઈઝ થયું છે કે કેમ? કઈ રીતે જાણવું.

#Funrangnews #GujaratState

(સંપ ત્યાં જંપ – આ કહેવત કેવી રીતે બની એ ખબર છે? ના ખબર હોય તો જુઓ બોલકા બાબાને)

ટચૂંકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *