- ગત મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં વડાપ્રધાનનું ટ્વિટર એકાઉન્ટ હેક કરાયું હતું.
- હેકર્સે બિટકોઈન લીગલ કરાયા હોવા અંગે ટ્વિટ કરી હતી.
શોર્ટસર્કિટ. ગઈકાલે રાત્રે બે વાગ્યાના અરસામાં હેકર્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. અને બિટકોઈન લીગલ કરવામાં આવ્યા હોવા અંગે ટ્વિટ કરાઈ હતી. તેમજ એક લિન્ક શેર કરીને બિટકોઈન ક્લેઈમ કરવા માટે જણાવાયું હતું. હેકર્સને શોધવા માટે CERT – IN (ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ) દ્વારા અદ્યતન ટેક્નોલોજીથી કવાયત હાથ ધરવામાં આવી છે.
મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇર્ન્ફોમેશન ટેક્નોલોજી અંતર્ગત કાર્યરત CERT – IN દ્વારા સાઈબર જોખમો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. તેમજ ભારતીય ઇન્ટરનેટ ડોમેઈનની સુરક્ષાની જવાબદારી CERT – INના શીરે હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ @narendramodi પરથી ગઈકાલે રાત્રે 2.11 વાગ્યે કરાયેલા ટ્વિટમાં જણાવાયું હતું કે, આખરે ભારત સરકારે બિટકોઈનને કાયદેસર માન્યતા આપી છે. સરકાર 500 બિટકોઈન ખરીદી રહી છે અને તેને દેશના નાગરીકોમાં વ્હેંચશે. આ સાથે એક લિન્ક શેર કરાઈ હતી. જેના દ્વારા બિટકોઈન ક્લેઈમ કરવા જણાવાયું હતું. બે મિનિટ બાદ ટ્વિટ ડિલીટ કરાઈ હતી અને ફરી 2.14 કલાકે ટ્વિટ કરાઈ હતી.
3.18 વાગ્યે પીએમઓ દ્વારા ટ્વિટ કરાઈ હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે. અને હવે દૂર કરીને યોગ્ય કરી દેવાયું છે. આ મામલે ટ્વિટરને પણ જાણ કરાઈ છે.
વડાપ્રધાનનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક કરનારને શોધી કાઢવા CERT – IN એક્શનમાં આવી ગયું હોવાની જાણકારી પ્રાપ્ત થાય છે.
(Funrangના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/BFcVIbNaMAO8IlIZ6tInSj
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg