- ડોમેનિકન રિપબ્લિક દેશના ‘લા સેલિનાસ’ ગામમાં બનતી વિચિત્ર ઘટના.
- 90 છોકરીઓ પૈકી 1 છોકરીને થાય છે સૂડોહર્માફ્રડાઈટની બિમારી.
- છોકરીમાંથી છોકરો બનતાં બાળકને ગ્વેદોચે (Guevedoces) કહેવાય છે.
- વિજ્ઞાનીઓને પણ બિમારીનું કારણ મળતું નથી.
- ગામ શ્રાપિત હોવાની લોકવાયકા.
Gajab News. વિશ્વભરમાં ચિત્ર વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે. એવી જ એક ઘટના સામે આવી છે ડોમેનિકન રિપબ્લિક દેશના એક ગામ લા સેલિનાસની. લગભગ 6 હજારની વસ્તી ધરાવતાં આ ગામમાં કેટલીક છોકરીઓ 12 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી છોકરો બની જાય છે.
સમુદ્ર કિનારે વસેલાં લગભગ 6 હજારની વસ્તીવાળા લા સેલિનાસ (La Sailnas) ગામમાં બનતી આ વિચિત્ર ઘટના પાછળ જવાબદાર પરિબળ વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી. જોકે, ગામના લોકોનું માનવું છે કે, કોઈ અદ્રશ્ય શક્તિના શ્રાપને કારણે આવું થઈ રહ્યું છે. છોકરીમાંથી છોકરો બનનાર બાળકને ગ્વેદોચે (Guevedoces) કહેવામાં આવે છે.
આ ગામમાં જ્યારે બાળકીનો જન્મ થાય છે ત્યારે પરિવારજનો અત્યંત દુઃખી થઈ જાય છે, કારણકે, એમને ડર હોય છે કે દિકરી મોટી થઈને દિકરો બની જશે. આ બિમારીને કારણે ગામમાં છોકરીઓની સંખ્યા ઓછી થઈ રહી છે.
ડૉક્ટર્સનું માનવું છે કે આ કોઈ આનુવંશિક બિમારી છે. સ્થાનિક ભાષામાં આ બિમારીથી પિડીત બાળકને સૂડોહર્માફ્રડાઈટ કહેવામાં આવે છે. આ બિમારીથી પિડીત છોકરી 12 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે તેનાં શરીરમાં પુરુષો જેવા અંગ બનવા લાગે છે. એનો અવાજ ભારે થઈ જાય છે અને શારિરીક બદલાવો થવાના શરૂ થાય છે. અને ધીરે ધીરે તે સંપૂર્ણ છોકરો બની જાય છે. ગામનાં પ્રત્યેક 90માંથી 1 બાળકને આ વિચિત્ર બિમારી થતી હોવાનું કહેવાય છે.
(નટુ દ્વારા સ્પેશિયલ રિપોર્ટિંગનાં વિડીયોની સ્ક્રિપ્ટ)
મેહુલ નમસ્કાર હું છું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યાં છો મને…
નટુ નમસ્કાર… હું નટુ, દરેક વસ્તુ વેચવામાં ખાટું… જુઓ આ મોબાઈલ, ખૂબ જ સસ્તામાં વેચવાનો છે… અને…
મેહુલ નટુ… એ નતું કહેવાનું…
નટુ ઠીક છે, બોલો શું કહેવાનું છે?
મેહુલ મને શું ખબર… ન્યૂઝ તારી પાસે હશે…
નટુ હા… એકદમ નિચિત્ર ન્યૂઝ છે…
મેહુલ નિચિત્ર નહીં વિચિત્ર…
નટુ નટુ કહે એટલે નિચિત્ર…
મેહુલ ઓકે… ન્યૂઝ જણાવ..
નટુ એક એવાં ગામની વાત જાણવા મળી છે કે ત્યાં છોકરી 12 વર્ષની થાય એટલે છોકરો બનવા લાગે છે.
મેહુલ શું?
નટુ ચોંકવાની જરૂર નથી… આ તદ્દન સાચી વાત છે… ડોમેનિકન રિપબ્લિક દેશના દરીયા કિનારે આવેલું એક ગામ છે લા સેલિનાસ. આ ગામમાં 90 છોકરીએ એકને આ બિમારી થાય છે. અને વિજ્ઞાનિઓ પણ આમ થવાનું કારણ હજી જાણી શક્યા નથી. ગામ લોકોનું માનવું છે કે, ગામ શ્રાપિત છે.
મેહુલ જબરૂ કહેવાય… પણ છોકરી છોકરો બની જાય એટલે…
નટુ 12 વર્ષની ઉંમરે પહોંચે એટલે છોકરીનો અવાજ છોકરાં જેવો થવા લાગે… શારિરીક બદલાવો આવવાના શરૂ થાય… શારિરીક ફેરફારની વાત કરું તો…
મેહુલ સમજી ગયો.. રહેવા દે… સમાચાર જણાવવા બદ્દલ આભાર…
નટુ અરે એક મીનીટ… જુઓ આ મોબાઈલ ખૂબ જ સારો છે, મરીમાતાના ખાંચામાં આવેલી દુકાનમાં વેચાવા આવ્યો છે.. વધારે જાણકારી માટે…
મેહુલ મને ફોન કરી લેજો… હું નટુનો નંબર આપી દઈશ… ચાલ મુક નટીયા…
નટુ થેન્ક્યુ વેરી વેરી વેરી…
મેહુલ મચ…
..
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.