• ફોરેસ્ટર યાસીન જુનેજાએ નજારો કેમેરામાં કેદ કર્યો.
  • ઠંડીથી બચવા માટે ખાટલા પર બેઠાં હોય તેવી શક્યતા.

અમરેલી. સાવરકુંડલાના વાડી વિસ્તારમાં સિંહના બચ્ચા ખેડૂતના ખાટલાં પર ચડી ગયા હતાં. અને આ નજારો સાવકુંડલા રેન્જના ફોરેસ્ટર યાસીન જુનેજાએ કેમેરામાં કેદ કરી લીધો હતો.

ગીર જંગલ આસપાસ રાજુલા, ધારી, સાવરકુંડલા વિસ્તારમાં સિંહની અવરજવર ખૂબ સામાન્ય બાબત છે. છાશવારે રહેણાંક વિસ્તાર નજીક સિંહ નજરે પડતાં હોય છે. ઘણીવાર આ ક્ષણો સીસીટીવીમાં કેદ થઈ જતી હોય છે, તો ઘણીવાર આ અંગે લોકો વિડીયો – ફોટો ખેંચતાં હોય છે.

એવી જ ઘટના તાજેતરમાં સાંવરકુંડલાના વાડી વિસ્તારમાં બની હતી. જેને ફોરેસ્ટર યાસીન જુનેજાએ કેમેરામાં કેદ કરી લીધી હતી. સાવરકુંડલાના એક ખેડૂતની વાડીમાં 4 બાળ સિંહ આવ્યા હોવાની જાણકારી મળતાં વન વિભાગના કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતાં. સામાન્ય રીતે બાળ સિંહની નજીકમાં જ માતા હોવાની શક્યતા હોય છે.

ફોરેસ્ટર યાસીન જુનેજાએ વાડીમાં જોયું તો ખેતરમાં ખુલ્લામાં પડેલાં એક ખાટલાં પર ત્રણ સિહ બાળકો આરામ ફરમાવી રહ્યા હતાં. જ્યારે એક બાળ સિંહ ખાટલાની નીચે બેઠું હતું. શક્યતઃ ઠંડીથી રક્ષણ મેળવવા માટે બાળ સિંહોએ આમ કર્યું હોવું જોઇએ. આ ઘટનાની યાસીન જુનેજાએ તસવીરો પાડી લીધી હતી.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

Please Subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *