funrang. આમ તો ભારતમાં 200થી વધુ નદીઓ વહે છે જોકે, એમાં કેટલીક એવી નદીઓ છે જે મોટી અને પવિત્ર પણ છે. જે પૈકી 7 નદીઓની વાત કરીએ તો, ભારતની સૌથી પવિત્ર નદીઓમાં પ્રમુખ છે ગંગા નદી જેની લંબાઈ 2500 કિમીથી વધારે છે. તો 1464 કિમી લાંબી ગોદાવરી નદી દક્ષિણ ભારતમાં વહે છે. ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં વહેતી 1376 કિમી લાંબી યમુના નદી, અને ગુજરાતની જીવાદોરી નર્મદા નદી 1312 કિમીનો રસ્તો કાપે છે. જ્યારે 1300 કિમી જેટલી લાંબી છે પવિત્ર નદી કૃષ્ણા, તો માનસરોવરથઈ નિકળતી બ્રહ્મપુત્ર નદીની લંબાઈ 2900 કિમી જેટલી છે. ભારત અને પાકિસ્તાનમાં વહેતી સરસ્વતી નદીનું વૈદિક કાળથી પવિત્ર ગણાય છે.

ઉપરોક્ત 7 પવિત્ર નદીઓમાં આવતી યમુના નદી જે જમુના તરીકે પણ ઓળખાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર યમુના નદી સાથે ભગવાન કૃષ્ણનું અનન્ય જોડાણ છે. ભગવાન કૃષ્ણના જન્મ બાદ પિતા વસુદેવ તેમને ટોપલીમાં મૂકીને મથુરાથી ગોકુળ ગયા હતા. એ વખતે યમુના નદીએ વસુદેવને માર્ગ કરી આપ્યો હતો. ત્યારબાદ કાલીય નામના પાંચ મુખવાળા ઝેરી સાપને કારણે યમુના નદી ઝેરયુક્ત થઈ ગઈ હતી. યમુનાનું પાણી લોકો પી શકતા નહોતા. ત્યારે બાળ કૃષ્ણએ કાલીય નાગનું મર્દન કરીને યમુનાને વિષમુક્ત કરી હતી. અને નદીનું પાણી લોકો પી શકે તેવું બનાવ્યું હતું.

(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)

યમુના નદીના ઉદ્ગમ સ્થળ યમુનોત્રી ખાતે એક ગરમ પાણીનો કુંડ પણ આવે છે. સૂર્ય કુંડ તરીકે જાણીતા આ કુંડનું પાણી એટલું ગરમ હોય છે કે લોકો એમાં ચોખાનો ભાત બનાવી શકે છે તેમજ ચા બનાવી શકે છે અને બટાકા બાફી શકે છે. સૂર્ય કુંડના પાણીનું તાપમાન લગભગ 88 ડિગ્રી સેલ્સિયલ હોય છે. સૂર્ય કુંડમાં તૈયાર કરેલા ભાત કે બટાકા યમુનોત્રી મંદિરમાં ચઢાવવામાં આવે છે.

યમુના નદી ઉત્તર ભારતની મહત્વની નદી છે. જે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં વહે છે. ઉત્તરાખંડના યમુનોત્રી પાસે હિમાલયમાં બંદરપુચ્છ ખાતે યમુના નદીનું ઉદ્ગમ થાય છે. ગઢવાલ ક્ષેત્રનું સૌથી ઉંચું શિખર બંદરપુચ્છ લગભગ 6500 મીટર ઉંચાઈ ધરાવે છે. એમ કહેવાય છે કે, યમુનોત્રી દર્શન કર્યા વગર તીર્થયાત્રિઓની યાત્રા અધૂરી ગણાય છે. ગંગા નદીના સમાંતર વહેતી યમુના નદી પ્રયાગરાજ ખાતે ગંગા – યમુનાનો સંગમ થાય છે.

પ્રયાગરાજનું ત્રિવેણી સંગમ સ્થાન હિન્દુઓ માટે ખૂબ પવિત્ર સ્થળ છે. યમુના નદીના નામનો ઉલ્લેખ ઋગ્વેદ અને અથર્વવેદમાં પણ મળે છે. દિલ્હીથી પસાર થતી યમુના નદી આગરા શહેરની સુંદરતામાં વધારો કરે છે. સંગમ સ્થળ પર દર 12 વર્ષે કુંભ મેળાનું પણ આયોજન થાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ યમુના નદી ખૂબ પ્રદૂષિત થયેલી છે. જોકે, આ મામલે કોઈ નક્કર કામગીરી હજી સુધી યમુનાને શુદ્ધ કરવા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યાં નથી.

#Funrangnews #Information #technology

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *